Jamnagar: લ્યો બોલો, 63 વર્ષે જુવાની ફૂટી, કોલેજની યુવતીઓને આવી રીતે કરતો હતો બ્લેકમેલ


Updated: August 7, 2022, 5:38 PM IST
Jamnagar: લ્યો બોલો, 63 વર્ષે જુવાની ફૂટી, કોલેજની યુવતીઓને આવી રીતે કરતો હતો બ્લેકમેલ
Jamnagar: લ્યો બોલો, આ ડોસાને હવે જુવાની ફૂટી, કોલેજની યુવતીઓને આવી રીતે કરતો હત

Sanjay Vaghela, Jamnagar: આજના યુગમાં મોબાઈલ ફોનથી જેટલું જ કામ સરળ બની ગયું છે તેટલું જ સમાજમાં દુષણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને ઈન્ટરનેટની મદદથી સોશ્યિલ મીડિયાએ તો ઉપાળો લીધો છે. અવાર નવાર સોશ્યિલ મીડિયા પર બ્લેકમેઈલિંગની ઘટના તમે વાંચતા જ હશો, પરંતુ જામનગરમાં એક એવી બ્લેકમેઇલિંગ

  • Share this:
Sanjay Vaghela, Jamnagar: આજના યુગમાં મોબાઈલ ફોનથી જેટલું જ કામ સરળ બની ગયું છે તેટલું જ સમાજમાં દુષણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને ઈન્ટરનેટની મદદથી સોશ્યિલ મીડિયાએ તો ઉપાળો લીધો છે. અવાર નવાર સોશ્યિલ મીડિયા પર બ્લેકમેઈલિંગની ઘટના તમે વાંચતા જ હશો, પરંતુ જામનગરમાં એક એવી બ્લેકમેઇલિંગની ઘટના સામે આવી છે જે વાંચી ને તમે પણ માંથુ ખંજવાળતા થઇ જશો, વાત એવી છે કે એક વૃદ્ધ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક-આઇ-ડી બનાવી કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, ન્યૂડ કોલિંગ કરાવી, ફોટાની નકલ રાખી બ્લેકમેઇલ કરતો હતો, ફરિયાત મળતાજ જામનગર સાયબર ક્રાઇમની ટીમે આ વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, થોડા સમય પહેલા જામનગર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને સોશ્યલ મિડીયાને લગત ફરીયાદ મળી હતી, જેમાં ફરીયાદ મુજબ આરોપી “ઇન્સ્ટાગ્રામ” ઉપર ફ્રેક-આઇ-ડી બનાવી કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, વિશ્વાસમા લઇને ન્યુડ કોલીંગ કરાવી, ફોટાની નકલ રાખી બ્લેકમેઇલ કરતો તથા યુવતી સંબંધ તોડી નાખે તો યુવતિઓના અંગત ફોટા વાયરલ કરતો. અને વધુ વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક-ધમકી આપતો. જે બાબતે પોલીસે આઇ.પી.સી.કલમ 354(A) 354 (C), 354(D), 499, 500, તથા આઇ.ટી.એકટ કલમ. 66 (C), 66 (E) 67 (A) મુજબનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહીલા કર્મચારીઓની વિશેષ ટીમ સતત તપાસમાં હતી, જે દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વુમન પોલીસ કોન્સ્ટેબલ પુજાબેન ધોળકીયાનાઓ દ્વારા સોશ્યલ મિડીયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી માહીતી મંગાવી ISP રીપોર્ટ તથા IPDR નું ટેકનીકલ એનાલીસીસ કરી, બ્લેકમેઇલ કરનારના મોબાઇલ નંબર શોધી કાઢ્યો હતો, જેમાં બહાર આવ્યું કે જામજોધપુરના સિદસર ગામ રહેતા 63 વર્ષની ઉંમરના રસિકલાલ નારણભાઇ વડલીયા નામના શખ્સ દ્વારા આ કરતૂત કરવામાં આવી છે.

ત્યાર બાદ આરોપી રસિકલાલની ધરપકડ કરી વધુ તલાસ કરવામાં આવી તો તેના મોબાઇલમા અન્ય 2થી 3 કોલેજ જતી યુવતીઓના અંગત ફોટા તથા વિડીયો મળી આવ્યા હતા. ત્યારબાદ જામનગર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ તરફથી જણાવવામાં આવ્યું છે કે અન્ય કોઈ યુવતી કે મહિલા આ શખ્સ દ્વારકાધીશ બ્લેકમેઇલિંગનો શિકાર બાની હોઈ તો તુરંત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો, આ માટે સાયબર ક્રાઇમનો સંપર્ક નંબર છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર - ફોન નં.0288-2666810, 6357015757, E-mail -cybercell-sp-jam@gujarat.gov.in

કેવી રીતે કરતો આ શખ્સ બ્લેક મેઈલ?

પ્રાપ્ત વિગતો મુજબ સૌપ્રથમ આ આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇ-ડી બનાવતો, ત્યારબાદ કાલાવાડ તથા જામજોધપુર તાલુકાની યુવતીઓની આઇ.ડી શોધી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કરતો, મિત્રતા પછી તેમને પ્રેમજાળમાં ફસાવી યુવતીઓના અશ્લિલ ફોટા તથા વિડીયો મંગાવી સેવ કરી લેતો ત્યારબાદ યુવતીઓના સગા-સંબંધીને મોકલી વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક-ધમકી આપી સતત આવી સંબંધ રાખવા માટે મજબુર કરતો.સાયબર ક્રાઇમ ડીપાર્ટમેન્ટ દ્વારા સતત લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે, જેમાં જણાવવામાં આવે છે કે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર અજાણ્યા વ્યક્તી સાથે વાતચીત કરવી નહીં અને બ્લેકમેઇલ કરતાં ઇસમોનો શિકાર થતાં બચો. વિડીયો કે ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપનાર ઇસમોથી ડર્યા વગર પોલીસનો સંપર્ક કરો. સજાગ રહો...સુરક્ષિત રહો...સાયબર ક્રાઈમ જામનગર.
First published: August 7, 2022, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading