Jamnagar: પગથી દિવ્યાંગ છતાં પરિવારને પગભર કરતો યુવાન, લગન અને સિદ્ધિ જાણી ગર્વ થશે!
Updated: January 30, 2023, 12:59 PM IST
રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટમાં જામનગરના અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડ
રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટમાં જામનગરના અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડીની પસંદગી થઈ છે.
Kishor chudasama, Jamnagar: જામનગરના ઢીંચડા ગામમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા 90 ટકા અસ્થિ વિષયક દિવ્યાંગ ખેલાડીએ અનેરી સીધી હાંસલ કરી છે. નાનપણથી જ વોલીબોલ પ્રત્યેનો વ્હાલ ધરાવતા શિવદાસભાઈ ગુજરીયાની નેશનલ લેવલની વોલીબોલ સ્પર્ધામાં પસંદગી થઈ છે. જથી હવે તે તમિલનાડુ ખાતે રમવા જશે. 3 વર્ષની જ ઉંમરથી પોલિયોની બીમારીને પગલે દિવ્યાંગતા આવી ગઈ હતી.
ત્યારબાદ પણ શાળામાં મિત્રો સાથે વોલીબોલ રમવાનું શરૂ રાખ્યું હતું. ત્યારબાદ 2013માં ખેલ મહાકુંભમાં જોડાયા બાદ ફરી રમત ગમત પ્રત્યે રૂચી વધી હતી.
ગુજરાતની ટીમ વતી રમશે
ત્યારબાદ અનેક રમતોમાં ભાગ લીધો હતો જેમાં ગોળા ફેંક અને ચક્રફેકમાં બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ પણ મળ્યા છે. તેમજ પંજો લડાવવામાં પણ સ્પર્ધામાં પ્રથમ રહ્યા છે. ત્યારબાદ હવે બાદ રાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલ ટુર્નામેન્ટમાં જામનગરના દિવ્યાંગ ખેલાડીની પસંદગી થવા પામી છે. પેરાલિમ્પિક વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.૦૨, ૦૫ ફેબ્રુઆરી સુધી પેરિયાર માનામઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ & ટેક્નોલોજી ગ્રાઉન્ડ, તંજાવુર, તામિલનાડુ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય રહી છે.જેમાં જામનગરના શિવદાસભાઈ આલસુર ગુજરીયાની ગુજરાતની ટીમ વતી રમશે.
સ્વાસ્થય માટે શિવદાસભાઇ રોજ જાય છે જિમ
શિવદાસભાઇ ગુજરીયાને દિવ્યાંગ હોવા છતાં હિંમત હાર્યા નથી અને આજે પણ તેઓ પાન એન્ડ કોલ્ડડ્રિકની કાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. વધુમાં વોલીબોલની પ્રેક્ટિસ માટે અહીં કોઈ ખાસ ટીમ ન હોવાથી સ્વાસ્થને તંદુરસ્તી બક્ષવા માટે તેઓ રોજ જિમ જાય છે.
Published by:
Vijaysinh Parmar
First published:
January 30, 2023, 12:54 PM IST