Jamnagar: બરફ ખાતા પેલા ચેતી જજો, વીડિઓમાં જુઓ બરફની ફેક્ટરીઓમાં હાથ ધરાયું ચેકીંગ
Updated: May 19, 2022, 8:19 PM IST
બરફની ફેક્ટરીઓમાં હાથ ધરાયું ચેકીંગ
જામનગર મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટીની ટીમ આળસ ખંખેરીને ફિલ્ડમાં નીકળી છે. આ વખતે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક અને ખાસ બરફની ફેક્ટરી પર ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સંજય વાઘેલા, જામનગર: ફરી એકવાર જામનગર મહાનગરપાલિકા (
Jamnagar Municipal Corporation) ની ફૂડ એન્ડ સેફ્ટીની ટીમ આળસ ખંખેરીને ફિલ્ડમાં નીકળી છે. આ વખતે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક અને ખાસ બરફની ફેક્ટરી પર ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફૂડ એન્ડ સેફ્ટી (
Food and safety department) ના અધિકારીઓ દ્વારા વિવિધ બરફની ફેક્ટરી પરથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. અને પાણી અને સ્વચ્છતાંનું પાલન થાય છે કે નહીં તે અંગે માહિતી મેળવવાંમાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકીંગ ઝુંબેશ હાથ ધારી છે, જેમાં ખાસ બાહ્ય પદાર્થ તેમજ પ્લાસ્ટીક અંગે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તો બરફ તૈયાર કરતી ફેક્ટરીમાં પણ આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં તીનબત્તી વિસ્તારમાં આવેલી બરફની કેકટરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ફેક્ટરીઓમાંથી બરફ બનાવવામાં આવતાં પાણી સહિતની વસ્તુઓના નમુનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આ બરફની ફેક્ટરીઓમાં સ્વછતા અંગેની સુચનાઓ પણ આપવામાં આવી હતી. ઉનાળાની સિઝનને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે. લોકો સોડા, આઈસ્ક્રીમ, ઠંડા પીણાં પીવાનું પસંદગી કરી રહ્યા છે. આ તમામ ઠંડા પીણાંમાં બરફનો વધુ ઉપયોગ થતો હોયછે. શહેરમાં આઇસ્ક્રીમ, ફાલુદા સહિતની ખાદ્ય સામગ્રીમાં ચેકિંગ કરાયા બાદ બરફના કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જામનગર મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટીની ટીમ આળસ ખંખેરીને ફિલ્ડમાં નીકળી છે. આ વખતે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક અને ખાસ બરફની ફેક્ટરી પર ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ફૂડ એન્ડ સેફ્ટીના અધિકારીઓ દ્વારા વિવિધ બરફની ફેક્ટરી પરથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. અને પાણી અને સ્વચ્છતાંનું પાલન થાય છે કે નહીં તે અંગે માહિતી મેળવવાંમાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ખાસ બાહ્ય પદાર્થ તેમજ પ્લાસ્ટીક અંગે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તો બરફ તૈયાર કરતી ફેક્ટરીમાં પણ આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું.
આ પણ વાંચો: Jamnagar: કલેકટર કચેરીમાં આ જગ્યા માટે બહાર પડી ભરતી, જાણો શરતો અને કેવી રીતે કરવી અરજી
જેમાં તીનબત્તી વિસ્તારમાં આવેલી બરફની કેકટરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ફેક્ટરીઓમાંથી બરફ બનાવવામાં આવતાં પાણી સહિતની વસ્તુઓના નમુનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આ બરફની ફેક્ટરીઓમાં સ્વછતા અંગેની સુચનાઓ પણ આપવામાં આવી હતી.ઉનાળાની સિઝનને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવી છે.ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે. લોકો સોડા, આઈસ્ક્રીમ, ઠંડા પીણાં પીવાનું પસંદગી કરી રહ્યા છે. આ તમામ ઠંડા પીણાંમાં બરફનો વધુ ઉપયોગ થતો હોઈ છે. શહેરમાં આઇસ્ક્રીમ, ફાલુદા સહિતની ખાદ્ય સામગ્રીમાં ચેકિંગ કરાયા બાદ બરફના કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
Published by:
kuldipsinh barot
First published:
May 19, 2022, 8:19 PM IST