Jamnagar: કોરોના થયો અને આવ્યો બિઝનેસ આઈડિયા; આ યુવતી ઘરબેઠાં કરે છે વર્ષે લાખોની કમાણી !


Updated: September 13, 2022, 11:42 AM IST
Jamnagar: કોરોના થયો અને આવ્યો બિઝનેસ આઈડિયા; આ યુવતી ઘરબેઠાં કરે છે વર્ષે લાખોની કમાણી !
કોરોના થયો અને આવ્યો બિઝનેસનો આઈડિયા, આ યુવતી ઘરબેઠાં કરે છે વર્ષે

કોરોનાના કપરાકાળમાં વેપાર-ધંધા પર પણ માંઠી અસર પહોંચી હતી, લોકો ઘરમાં બંધ થવા મજબુર બન્યા હતાં, જો કે કેટલાક લોકોએ નવી કલા, કુકીંગ સહીતની પ્રેક્ટિસ કરી હોમ કોરોન્ટાઇનનો સારી રીતે ઉપયોગ કરી આજે સફળતા મેળવી છે.

  • Share this:
Sanjay Vaghela, Jamnagar: આજના સોશ્યિલ મીડિયાના યુગમાં યુવાધન દિવસભર સમયનો વેડફાટ કરી રહ્યું છે. જો કે કેટલાક યુવાનો એવા પણ છે જેઓ સોશ્યિલ મીડિયાનો સદઉપયોગ કરી રહ્યા છે. આવી જ એક યુવતી જામનગરમાં રહે છે. કોરોનાના કપરાકાળમાં વેપાર-ધંધા પર પણ માંઠી અસર પહોંચી હતી, લોકો ઘરમાં બંધ થવા મજબુર બન્યા હતાં, જો કે કેટલાક લોકોએ નવી કલા, કુકીંગ સહીતની પ્રેક્ટિસ કરી હોમ કોરોન્ટાઇનનો સારી રીતે ઉપયોગ કરી આજે સફળતા મેળવી છે. જામનગરમાં રહેતા ધારાબેને પણ કોરોનાની બીજીલહેરમાં પોતાના કુકીંગના શોખને બિઝનેસમાં કન્વર્ટ કર્યો અને આજે તેઓ સોશ્યિલ મીડિયાની મદદથી ઘરબેઠાં વર્ષે ચારથી પાંચ લાખની કમાણી કરી રહ્યા છે.

હોમ કોરોન્ટાઇન દરમિયાન આવ્યો આઈડિયા !

જામનગરમાં રહેતી ધારા સામાણીએ BCA અને PGDCA નો અભ્યાસ કર્યો છે. જો કે કોરોનાની બીજી લહેરમાં તે પણ ઝપટે ચડ્યા અને હોમ કોરોન્ટાઇન થવું પડ્યું હતું, જો કે હોમ કોરોન્ટાઇન દરમિયાન ધારાએ સમયનો સદઉપયોગ કર્યો અને તેમના કુકીંગના શોખને બિઝનેસનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું, ધારાને કેક, ચોકલેટ, અને બેકરી આઈટમ બનાવવાનો પહેલેથી જ શોખ હતો, આથી તેણીએ સોશ્યિલ મીડિયા પર પેજ બનાવી ઓર્ડર મેળવવાંનું શરુ કર્યું. નવી ડિઝાઇન અને હોમ મેડ હોવાથી લોકોને પણ ધારાએ બનાવેલી પ્રોડક્ટ ખુબ જ પસંદ આવવા લાગી, આમ ધારાનો બિઝનેસ ખુબ સારી રીતે ચાલી રહ્યો છે.

ઘરબેઠાં વર્ષે ચારથી પાંચ લાખની કમાણી

ન્યુઝ18 લોકલ સાથે વાતચીતમાં ધારાએ જણાવ્યું કે તેની કોઈ શોપ નથી, સોશ્યિલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામમાં તેણીએ the dark room bakery and Cake નામનું પેજ બનાવ્યું છે, આ પેજ પરથી લોકો પોતાને પસંદ આવે તેવી ચોકલેટ બૂકે, કેકના ઓર્ડર આપે છે. ધારા દરેક તહેવાર જેવા કે દિવાળી, વેલેન્ટાઇન પર ખાસ અલગ અલગ પ્રકારની કેક અને બુકે બનાવે છે અને તેના ફોટૉ સોશ્યિલ મીડિયા પર શેર કરે છે, જેના પરથી ધારાને ઓર્ડર મળે છે.

આ  પણ વાંચો: જામનગરની એક એવી સરકારી કચેરી કે જ્યાં સમગ્ર સ્ટાફ દિવ્યાંગ યુવક-યુવતી છે, જાણો શું છે કારણવર્ષે અંદાજે 3થી 4 લાખની કમાણી થઇ જાય છે.

કોરોના મહામારી બાદથી લોકોમાં હોમ મેડ વસ્તુઓની ડિમાન્ડ ખુબ જ વધી છે. અનેક ધંધા રોજગાર બંધ પડ્યા, પરંતુ આવા સમયે ઘરે બેસીને કામ કરવાનો નવો ટ્રેન્ડ પણ શરુ થયો, વર્ક ફ્રોમના અનેક ફાયદા છે, જેમ કે દરેક ગૃહેણી પોતાની ચારથી પાંચ કલાક આપીને આવો બિઝનેસ કરી શકે છે. બીજી બાજુ સોશ્યિલ મીડિયાની મદદથી બિઝનેસનું માર્કેટિંગ એકદમ સરળ રીતે કરી શકાય છે. ધારા પોતાનુ માર્કેટિંગ જાતે જ સોશ્યિલ મીડિયા પરથી કરે છે અને ઓર્ડર મેળવે છે. ધારાએ જણાવ્યું કે મહિનામાં તેણીને 25થી 30 જેટલાં કેક, ચોકલેટ બુકેના ઓર્ડર મળી રહે છે. જેમાંથી વર્ષે અંદાજે 3થી 4 લાખની કમાણી થઇ જાય છે.
First published: September 13, 2022, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading