Jamnagar: જુઓ દિવ્યાંગો કેવી રીતે તૈયાર કરે છે પુસ્તકો અને ઉત્તરવહી, આપવામાં આવે છે ખાસ તાલીમ


Updated: May 26, 2022, 11:35 PM IST
Jamnagar: જુઓ દિવ્યાંગો કેવી રીતે તૈયાર કરે છે પુસ્તકો અને ઉત્તરવહી, આપવામાં આવે છે ખાસ તાલીમ
જુઓ દિવ્યાંગો કેવી રીતે તૈયાર કરે છે પુસ્તકો અને ઉત્તરવહી, આપવામાં આવે છે ખાસ

સંજય વાઘેલા, જામનગર: હાલ વેકેશન પુર્ણ થવાની તૈયારીમાં છે. વાલીઓ પોતાના બાળકો માટે વિવિધ સ્ટેશનરી વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા છે. ત્યારે જામનગરમાં દિવ્યાંગો માટે એક સંસ્થા આવેલી છે જ્યાં દિવ્યાંગોને વિવિધ તાલીમ આપી રોજગાર મેળવી શકે તે માટે તૈયાર કરવામાં આવે છે.

  • Share this:
સંજય વાઘેલા, જામનગર: હાલ વેકેશન(Vacation) પુર્ણ થવાની તૈયારીમાં છે. વાલીઓ પોતાના બાળકો માટે વિવિધ સ્ટેશનરી (Stationary) વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા છે. ત્યારે જામનગર (Jamnagar) માં દિવ્યાંગો (Physically challenged) માટે એક સંસ્થા આવેલી છે જ્યાં દિવ્યાંગોને વિવિધ તાલીમ આપી રોજગાર મેળવી શકે તે માટે તૈયાર કરવામાં આવે છે.

અહીં દિવ્યાંગો દ્વારા જ આસન પટ્ટા, વગેરે તૈયાર કરવામાં આવે છે.


સંસ્થા દ્વારા અહીં વણાંક કામ, બુક બાઈન્ડિંગ કરવામાં આવે છે. જેમાં અહીં દિવ્યાંગો સ્કૂલ માટે નોટબુક, ઉત્તરવહી, ફાઈલ, વગેરે તૈયાર કરી વેચવામાં આવે છે. તો અહીં દિવ્યાંગો દ્વારા જ આસન પટ્ટા, વગેરે તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દિવ્યાંગજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં રહીને દિવ્યાંગો વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને પગભર થઇ રહ્યા છે. બુક બાઇન્ડિંગનું કામ 30થી 35 દિવ્યાગ ભાઈઓ સંભાળી રહ્યા છે.આ સંસ્થા છેલ્લા 52 વર્ષથી દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કાર્યરત છે, અહીં રહેતા દિવ્યાંગ લોકોને જરૂરિ તમામ વસ્તુઓ આ સંસ્થા પુરી પડે છે.

આ પણ વાંચો- શું તમે આઇપીએલની મેચ જોવા જવાના છો? તો જાણી લો તમારૂ વાહન ક્યાં પાર્ક કરશો

અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં અંદાજે 50થી વધુ દિવ્યાંગોની દેખરેખ રાખવાથી લઈને વિવિધ તાલીમ પણ આપવાના આવે છે.
જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર એરોડ્રામ રોડ પર આવેલી સંસ્થા છે. આ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં આવેલું અંદાજે 50થી વધુ દિવ્યાંગોની દેખરેખ રાખવાથી લઈને વિવિધ તાલીમ પણ આપવાના આવે છે. અહીં રહેતા દિવ્યાંગજનો વિવિધ પ્રવૃત્તિ સાથે વ્યસ્ત રહે તે માટે ખાસ તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવે છે. અહીં ખાસ બુક બાઇન્ડિંગની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ મેળવ્યા બાદ દિવ્યાંગજનો દ્વારા બુક બાઇન્ડિંગ, ફાઈલ, ઉત્તરવહી સહિતની કામગીરી કરવામાં આવે છે.

આ પણ વાંચો- ભારતે ઇન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાન બહાર

દિવ્યાંગજનો દ્વારા તૈયાર કરવામાં આવેલી બુક બાઇન્ડિંગ, ફાઈલ, ઉત્તરવહી વગેરે જામનગર જિલ્લામાં આવેલી સરકારી સ્કૂલોમાં વહેંચવામાં આવે છે.

દિવ્યાંગજનો દ્વારા તૈયાર કરવામાં આવેલી બુક બાઇન્ડિંગ, ફાઈલ, ઉત્તરવહી વગેરે જામનગર જિલ્લામાં આવેલી સરકારી સ્કૂલોમાં વહેંચવામાં આવે છે. એટલું જ નહીં બજાર કિંમત કરતા સસ્તા ભાવે વહેંચવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ કામગીરી દિવ્યાંગો પોતાના હાથથી તૈયાર કરે છે. દિવ્યાંગો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓમાંથી જે નફો થાય તેમાંથી દિવ્યાંગો માટે વિવિધ જરૂરિયાતની વસ્તુઓ લેવામાં આવે છે. અને ત્યારબાદ તેઓને ખિસ્સા ખર્ચ માટે પૈસા પણ આપવામાં આવે છે.
Published by: kuldipsinh barot
First published: May 26, 2022, 11:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading