Junagadh news: સેલ્ફી લેવા જતા બહેન પાણીમાં પડી હતી. જેને બચાવવા જતાં તેનો ભાઈ પાણીમાં કૂદ્યો હતો. આ ભાઇ બહેનને બચાવવા માટે અન્ય બે યુવાનો પણ બચાવવા માટે પાણીમાં કુદ્યા હતા.
Junagadh news: સેલ્ફી લેવા જતા બહેન પાણીમાં પડી હતી. જેને બચાવવા જતાં તેનો ભાઈ પાણીમાં કૂદ્યો હતો. આ ભાઇ બહેનને બચાવવા માટે અન્ય બે યુવાનો પણ બચાવવા માટે પાણીમાં કુદ્યા હતા.
જૂનાગઢ: રાજ્યમાં એક તરફ ઉત્તરાયણનો માહોલ છે જ્યારે બીજી તરફ અનેક ગોઝારા અકસ્માતનાં સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાંથી એક કરૂણ સમાચાર આવ્યાં છે. જેમાં ભાઇ બહેન સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આ લોકો ઉત્તરાયણની રજા હોવાથી ડેમ પર ફરવા ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, સેલ્ફી લેતી વખતે ડેમમાં પડી જવાથી આ કરૂણાંતિકા સર્જાઇ છે.
રજા હોવાથી ફરવા ગયા હતા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ લોકો ડેમ પર ફરવા માટે આવ્યાં હતા. જૂનાગઢના માળિયા હાટીનાના ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યાની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવક અને એક યુવતીનું મોત થયું હતું. જ્યારે એકની શોધખોળ બાદ મળી આવ્યો છે. ભાખરવડ ડેમમાં ડૂબી જતાં સગા ભાઈ બહેન સહિત 3ના મોત થયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો.
બહેનને બચાવવા જતા ભાઇનું પણ મોત
ઉત્તરાયણની રજામાં એક યુવતી અને 3 યુવક ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ સમયે સેલ્ફી લેવા જતા બહેન પાણીમાં પડી હતી. જેને બચાવવા જતાં તેનો ભાઈ પાણીમાં કૂદ્યો હતો. આ ભાઇ બહેનને બચાવવા માટે અન્ય બે યુવાનો પણ બચાવવા માટે પાણીમાં કુદ્યા હતા. આ ગોઝારી ઘટનામાં ભાઇ-બહેન સહિત ત્રણનાં મોત થયા છે અને એક સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસે ગરીબોને ધાબળા ઓઢાડ્યાઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભાખરવડ ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના થયા મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જ્યારે એક સારવાર હેઠળ છે.