Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉના બેઠક, કોંગ્રેસના ગઢમાં કેવા છે રાજકીય સમીકરણ? જાણો


Updated: September 11, 2022, 8:13 PM IST
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉના બેઠક, કોંગ્રેસના ગઢમાં કેવા છે રાજકીય સમીકરણ? જાણો
Una Assembly Constituency : ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉના બેઠક પર સૌની નજર છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અહીં પૂંજાભાઇ વંશ કોંગ્રેસ તરફથી પાંચ વખત ચૂંટાયા છે.

Una Assembly Constituency : ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉના બેઠક પર સૌની નજર છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અહીં પૂંજાભાઇ વંશ કોંગ્રેસ તરફથી પાંચ વખત ચૂંટાયા છે.

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉના બેઠક (Gujarat Assembly Elections Una Constituency): ગુજરાત ચૂંટણી 2022 મહાજંગમાં કોંગ્રેસના ગઢ સમાન ઉના બેઠકની વાત કરીએ તો અહીં કોંગ્રેસનું ભારે પ્રભુત્વ છે. પરંતુ બદલાઇ રહેલા સમયમાં કોંગ્રેસ માટે પણ આ બેઠક ટકાવવી આસાન નથી. આવો જાણીએ ઉના બેઠક પર સામાજિક રાજકીય સમીકરણ કેવા છે.

છેલ્લા બે દશકાથી ગુજરાતમાં ભલે ભાજપનું શાસન હોય, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપને પણ ડર છે કે, સોનાની થાળીમાં કોઈ લોખંડનો ખિલ્લો ન મારી જાય. કેમ કે, આ વખતે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સાથે થવાની છે.

કોંગ્રેસ ભલે ગુજરાતમાં જીતના મોટા દાવા કરે, પરંતુ જમીની સ્તર પર કોંગ્રેસમાં એકતાનો અભાવ, જૂથવાદ અને રિસામણા-મનામણાની રાજનીતિનું જોર છે. કોંગ્રેસના હાલ એક સાંધે અને તેર તૂટે તેવા છે. એવામાં સત્તાપક્ષ પોતાની સત્તા જાળવી રાખવા પૂરજોશ પ્રયત્નો કરી રહી છે. ગુજરાત વિધાનસભાની આજની ચર્ચા અંતર્ગત આપણે વાત કરીશું કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતી ઉના વિધાનસભા બેઠક વિશે.

ઉના વિધાનસભા બેઠક (Una Assembly Constituency)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં અમે તમને ઉના વિધાનસભા મતવિસ્તાર વિશે જણાવીશું, જ્યાં 1962થી 2017 દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોઈ જ્ઞાતિ કે વ્યક્તિ નહીં, પરંતુ ઉમેદવારની કાર્યશૈલી મહત્વની રહી છે.

વર્ષ 2013માં જૂનાગઢમાંથી અલગ થયેલા ગીર સોમનાથ જિલ્લામાં ઉના, કોડીનાર, સોમનાથ અને તાલાલા એમ ચાર વિધાનસભા બેઠકો આવેલી છે અને આ તમામ બેઠકો કોંગ્રેસ પક્ષનો કબજો છે.182 વિધાનસભા બેઠકો પૈકીની એક ઉના બેઠકમાં ઉના તાલુકાના તમામ ગામો આમોદ્રા કંસારીયા, જામવાળા, ભાઠા, થોરડી, બાબરીયા, સનવાવ, જરાગલી, આંકોલાલી, પાંડેરી, ધ્રાબાવડ, વેલાકોટ, ઝાંખરીયા, સોનપુરા, ભીયાળ, બોડીદર, કનેરી, મગરડી, આંબાવડ, કણકીયા, સીમાસી, રાણવા, લેરકા, ચીખલી, સોખડા, કાજરડી, કોબ, ભીંગરાણ, તાડ વગેરેનો સમાવેશ થાય છે.

ઉના બેઠકના મોટાભાગના ગામો દરિયા કિનારે આવેલા છે. 153 ગામોની બનેલી આ બેઠક પરના મોટાભાગના ગામો ગીરના જંગલમાં આવેલા છે. ઉના મતદારક્ષેત્રમાં કુલ 79512 મતદારો છે, જેમાંથી 40726 પુરૂષ મતદારો અને 38786 મહિલા મતદારો છે.

ઉના વિધાનસભા બેઠક રહી છે કોંગ્રેસનો ગઢ

આમ તો છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના સત્તાના તખ્ત પર ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. છતાં પણ એવી કેટલીક બેઠકો છે કે જ્યાં આજદિન સુધી ભારતીય જનતા પાર્ટી પોતાનુ વર્ચસ્વ જમાવી શકી નથી. આમાંની એક બેઠક એટલે ઉના બેઠક કે જ્યાં વર્ષ 1962ની પ્રથમ ચૂંટણીથી લઈને 2017ની અંતિમ ચૂંટણી સુધી માત્ર એક જ વખત ભારતીય જનતા પાર્ટી જીત મેળવી શકી છે.

વર્ષ 2007માં કોંગ્રેસના પુંજાભાઈ વંશ સામે ભાજપના રાઠોડ કાળુભાઈએ 10000+ મતોથી ઉના બેઠક પર વિજય મેળવ્યો હતો. અત્યાર સુધી આ બેઠક પર 6 વખત પુંજાભાઈ વંશ જાતનો પરચમ લહેરાવી ચુક્યા છે અને આ બેઠકને કોંગ્રેસનો ગઢ બનાવી છે.

ઉના વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો

ગુજરાતમાં પટેલ મતદારો 52 બેઠક પર નિર્ણાયક છે, તો કોળી મતદારો 42 બેઠક પર નિર્ણાયક છે. આ સંજોગોમાં પટેલ અને કોળી આગેવાનો એકઠા થાય તો ગુજરાતના રાજકારણમાં તમામ સમીકરણો બદલાઈ શકે છે.

આવી જ એક બેઠક એટલે ઉના બેઠક કે જ્યાં કોળી સમાજનુ વધુ વર્ચસ્વ જોવા મળે છે અને કોળી સમાજના લોકો પાટીદારોનો સાથ આપવા તૈયાર હોવાથી આ બેઠક મહત્વની બની જાય છે. ગુજરાતમાં કદાચ પહેલી વાર પટેલ અને કોળી નેતાઓ એક થાય તેવુ લાગી રહ્યું છે. જેના કારણે આ બન્ને સમાજનુ વરચસ્વ ધરાવતી બેઠક અતિ મહત્વની બની રહેશે.

આ પણ વાંચો- Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ધારી વિધાનસભા બેઠક, ભાજપે ગુમાવેલું પરત મેળવ્યું


ઉના વિધાનસભા બેઠક પર હારજીતના સમીકરણો

વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 ઋતુભાઈ અદાણી આઈએનસી
1967 પી. જે ઓઝા આઈએનસી
1972 ઋતુભાઈ અદાણી આઈએનસી
1975 રસિકચંદ્ર આચાર્ય એસપી
1980 ઉકાભાઈ ઝાલા આઈએનસી
1985 ઉકાભાઈ ઝાલા આઈએનસી
1990 પુંજાભાઈ વંશ જેડી
1995 પુંજાભાઈ વંશ આઈએનસી
1998 પુંજાભાઈ વંશ આઈએનસી
2002 પુંજાભાઈ વંશ આઈએનસી
2007 રાઠોડ કાળુભાઈ બીજેપી
2012 પુંજાભાઈ વંશ આઈએનસી
2017 પુંજાભાઈ વંશ આઈએનસી

ઉના વિધાનસભા બેઠક પર સમસ્યાઓ

ઉના બેઠક વિસ્તારની દૃષ્ટિએ મોટી છે, પરંતુ નાના નગરો અને ગામડાઓમાં વહેંચાયેલી છે. 25થી 2000ની વસ્તી ધરાવતા નાના વસવાટવાળા ગામડાઓમાં હજુ પ્રાથમિક સુવિધાઓ પણ પહોંચી નથી.

Gujarat Assembly Elections 2022

વીજળી, પાણી, રસ્તા, શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી આવશ્યક સુવિધાઓ પણ મોટાભાગના ગામોમાં નથી. ધારાસભ્ય પુંજાભાઈ વંશ આ બેઠક પરથી 6 વખત ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે, પરંતુ લોકોના હિત માટે કોઈ ખાસ કામ કરી શક્યા નથી. દેશની આઝાદીના 75 વર્ષ બાદ પણ આ વિસ્તાર વિકાસમાં પછાત છે.

ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્ય કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યોમાંના એક છે અને આ સાથે જ તેમનુ જન્મ સ્થળ પણ ઉના જ છે. તે છતા પણ તે વિકાસ અને પ્રજા કલ્યાણના નામે કંઈ કરી શકતા નથી જેના કારણે હાલ વિવિધ સમસ્યાઓને લઈને લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.

ઉના વિધાનસભા બેઠક પર વિવાદ

ઉનામાં 11 જુલાઈ, 2016ના રોજ 4 દલિત યુવકોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. આ કેસ પછી દલિત સમાજે આંદોલન કર્યું અને ચાર યુવાનોને ન્યાય અપાવવા માટે લડત ચલાવી, જેમાં મુખ્ય પાત્ર જીગ્નેશ મેવાણી હતા. ઉનાની ઘટના બાદ તેઓ દલિત નેતા તરીકે ઉભરી આવ્યા હતા.

દલિત કાંડના કારણે ભાજપના નેતા અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું હતું. તેની અસર 2017ની ચૂંટણીમાં જોવા મળી હતી. ભાજપના કાલુ રાઠવાને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ ભાજપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે ઉનામાં કોળી સમાજના લોકો સૌથી વધુ છે.

આ સિવાય પણ ઉના તાલુકાના આંકોલાળી ગામના દલિત યુવાનને 2012માં જીવતો સળગાવી અમાનવીય ઘટના પણ સામે આવી હતી. જેમાં ઉના સેશન્સ કોર્ટ દ્વારા તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  બારડોલી  |  રાજુલા   |  બોટાદ    |   મોરવા હડફ   |
Published by: mujahid tunvar
First published: July 20, 2022, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading