Junagadh: બાણેજમાં એક મત માટે જહેમત, તો દાતારના મહંત માટે કેમ નહી?


Updated: November 24, 2022, 4:55 PM IST
Junagadh: બાણેજમાં એક મત માટે જહેમત, તો દાતારના મહંત માટે કેમ નહી?
ઉપલા દાતાર તરફ જવાનો રસ્તો

પોતે મતદાન કરવા ઘણા ઉત્સુક હોય પરંતુ વહીવટીતંત્ર દ્વારા તેમના મતદાન માટે વ્યવસ્થા ન કરી હોવાનો શૂર મહંત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી કોઈ પણ પ્રકારની રજૂઆત ન મળી હોવાની વાત રજૂ કરી હતી.

  • Share this:
Ashish Parmar Junagadh : વિધાનસભા 2022 ની ચૂંટણી ની તૈયારીઓ જોર શોર થી શરૂ છે. દરેક પક્ષ પોતાના પ્રચારમાં લાગ્યો છે ત્યારે આ બધાની વચ્ચે જૂનાગઢના ઉપલા દાતારના મહંત ભીમ બાપુ નો વિડીયો સામે આવ્યો છે વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે મતદાન કરવું પવિત્ર છે લોકો આ મહાપર્વને ઉત્સવની જેમ ઉજવી અને તમામ મતદાનથી વંચિત ન રહે અને દરેક લોકો પોતાનો પવિત્ર મત જરૂરથી આપે તેવી દાતાર મહંત તરીકે અપીલ કરી હતી. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે અમે પણ મતદાન કરવા ઉત્સુક હતા પરંતુ તંત્ર વ્યવસ્થા ઉભી ન કરી શક્યું જેનું અમને ખેદ છે . જેથી હું મતદાનથી વંચિત રહું છું પણ લોકો મતદાનથી વંચિત ના રહે તેવી હું સૌ મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું.

ઉપલા દાતાર નો આ છે નિયમ

ઉપલા દાતાર ના મહંત જે પણ બને છે તેને મહંત બન્યા બાદ તે જગ્યા પર જ સ્થાયી થઈ જવાનું હોય છે. મહંત બન્યા બાદ તેઓ નીચે આવી શકતા નથી જેથી ઉપલા દાતાર ના મહંત દ્વારા પોતે મતદાનથી વંચિત રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

શું કહે છે વહીવટી તંત્ર

આ સમગ્ર મામલે જુનાગઢ ના નાયબ ચૂંટણી અધિકારી ભૂમિ કેશવાલા નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઉપલા દાતાર મહંત તથા મેનેજમેન્ટ દ્વારા અમને ત્યાં મતદાન માટે વ્યવસ્થા ગોઠવવા માટે કોઈ પણ પ્રકારની રજૂઆત મળી નથી. જો રજૂઆત મળે તો ત્યાર બાદ અમારે ચૂંટણી તંત્રમાં એક મતદાન ક્ષેત્ર ઉભુ કરવા માટે પરવાનગી લેવી પડતી હોય છે. રજૂઆત ન મળતા અમે તે બાબતે કોઈ પગલાં ભરી શક્યા નથી. અમે હાલમાં પણ લોકો વધુમાં વધુ મતદાન કરે તે તરફ પ્રયાસ કરી રહ્યા છીએ.

જાણો એક મત નું શું રહ્યું છે ભૂતકાળમાં ગણિત1. કર્ણાટક વિધાનસભા ચૂંટણી (2004): જનતા દળ (સેક્યુલર)ના એ આર કૃષ્ણમૂર્તિકોંગ્રેસના આર ધ્રુવનારાયણ સામે માત્ર એક મતથી હારી ગયા. સંતેમરાહલ્લી (Sc) મતવિસ્તારમાંથી ચૂંટણી લડતી વખતે તેમને અનુક્રમે 40751 અને 40752 મત મળ્યા હતા.

2. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (2008): રાજ્ય કોંગ્રેસના વડા સી.પી. જોશી એક મતથી ભાજપના કલ્યાણ સિંહ ચૌહાણ સામે હારી ગયા, જોશીને 62215 મત મળ્યા જ્યારે ચૌહાણને 62216 મત મળ્યા. જો જોશીની પોતાની માતા, પત્ની અને ડ્રાઈવર મતદાન કરવા આવ્યા હોત, તો જોશી જીતી શક્યા હોત!

3. મોહાલી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી (2015): અકાલી દળના બળવાખોર કુલવંત સિંહની આગેવાની હેઠળના 'આઝાદ જૂથ'ના નિર્મલ કૌર સામે કૉંગ્રેસના કુલવિંદર કૌર રંગીએ ફરીથી માત્ર એક મતના માર્જિનથી જીત મેળવી.

4. BMC ચૂંટણી (2017): મુંબઈમાં પૂર્ણ થયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં, વોર્ડ નં. 220 ને પ્રથમ હાથે એક મતનું મહત્વ સમજાયું. ચૂંટણીમાં આ સીટ સૌથી પહેલા શિવસેનાના સુરેન્દ્ર બાગલકરને મળી હતી. જો કે, જ્યારે બીજેપીના ઉમેદવાર અતુલ શાહે પુન: ગણતરીની માંગણી કરી, ત્યારે જાણવા મળ્યું કે બંને ઉમેદવારોએ સમાન સંખ્યામાં મત મેળવ્યા હતા - 5,946. શાહે આખરે લોટરીના આધારે સીટ જીતી લીધી. પરંતુ જો કોઈ એક વ્યક્તિએ બંનેની તરફેણમાં મત આપ્યો હોત, તો પરિણામ અલગ હોઈ શકે!

5. વિશ્વાસ મતનો પ્રસ્તાવ, લોકસભા (1999): જ્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંસદમાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે સાબિત કરવા માટે કે તેમની પાસે બહુમતીનું સમર્થન છે, ત્યારે તેમના 13 મહિના જૂની સરકાર માત્ર 1 મતના અભાવે પડી ગઈ.
Published by: Vijaysinh Parmar
First published: November 24, 2022, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading