રાજકોટ : મામૂસની 'હત્યા' કરનાર બાપ ઝડપાયો, દીકરાને યાદ કરી આખી રાત લોકઅપમાં રડતો રહ્યો


Updated: July 16, 2021, 2:30 PM IST
રાજકોટ : મામૂસની 'હત્યા' કરનાર બાપ ઝડપાયો, દીકરાને યાદ કરી આખી રાત લોકઅપમાં રડતો રહ્યો
પિતાની લાકડીએ માસુમ સૌરભનું મોત, આ બાપે કબૂલ્યો પોતાનો ગુનો

Rajkot Father Killed Son : રાજકોટમાં આઠ વર્ષનો પુત્ર જમવા ન બેસતા પિતાએ લાકડીથી માર મારતા મોત નીપજ્યું હતું, પોલીસે હત્યા સહિતની કલમો ઉમેરી

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરમાં ગત ઓગસ્ટ મહિનામાં એક પિતાના (Father) હાથે પોતાની લાડકી દીકરીની (Killed Daughter) હત્યા થઈ હતી. દીકરીની હત્યા કર્યા બાદ ખુદ પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે વખતમાં રાત વિતાવનાર બાપ દીકરી ને યાદ કરતા કરતા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો હતો. બરાબર 11 મહિના પછી આવું જ કંઈક બનાવ સામે આવ્યો છે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં.  આ વખતે એક બાપે દીકરાની હત્યા (Father Killed Son)ની હત્યા કરી હતી અને ત્યારબાદ એની ધરપકડ થતા એ બાપ પસ્તાવાની આગમાં આખી રાત લોકઅપમાં રડતો રહ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

ગુરૂવારના રોજ રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આઠ વર્ષના માસુમ સૌરભ ની હત્યા નિપજાવનાર પિતા સિધ્ધરાજ વિરુદ્ધ કલમ 302, 323, તેમજ 135 (1) મુજબ ગુનો નોંધ્યો હતો. સમગ્ર મામલે મૃતક ની માતા બિનિતાએ જ પોતાના પતિ સિદ્ધરાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવતા ની સાથે જ તાલુકા પોલીસ દ્વારા પોતાના જ દીકરાની હત્યા કરનારા પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજકોટ : દીકરીની હત્યા કરી પોલીસ સ્ટેશને પહોંચ્યા પિતા, આખી રાત લાડકીને યાદ કરી લોકઅપમાં રડતા રહ્યા

ત્યારે ધરપકડ બાદ આખી રાત સિધ્ધરાજ પોતાના દીકરાને યાદ કરી ચોધાર આંસુએ રડતો હોવાનું સામે આવ્યું છે. સિદ્ધરાજને સૌરભ તેની પ્રથમ પત્ની થકી મળ્યો હતો. છૂટાછેડા થયા બાદ પણ સૌરભ તેના પિતાની સાથે જ રહેતો હતો. ત્યારે દસ મહિના પૂર્વે જ ફેસબુકના માધ્યમથી સિદ્ધરાજ અને બિનિતા એકબીજાના પરિચયમાં આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : બે સગા ભાઈઓએ ચાર મહિનામાં આપઘાત કર્યો, પરિવારે બીજો દીકરો પણ ગુમાવતા કરૂણાંતિકા

ત્યારે પરિચયમાં આવ્યા બાદ બંને એકબીજા સાથે લગ્ન કર્યા હતા. પુત્ર સૌરભ ખૂબ જ જિદ્દી સ્વભાવનો હોય અને બુધવારના રોજ તે જમવા બેસતો ન હોય તેમજ તોફાન કરતો હોય જેના કારણે સૌરભના પિતાએ જ તેનું માથું દિવાલમાં ફટકાર્યો હતો તેમજ તેને વેલણથી માર માર્યો હોવાનો પણ કબૂલ્યું હતું.

પોતાના એકના એક દીકરા સૌરભની માર મારવાના કારણે મૃત્યુ નિપજતા સિદ્ધરાજે પોલીસ સ્ટેશનમાં આખી રાત પોતાનાથી ભૂલ થઈ ગઈ નું રટણ કરતો રહ્યો હતો. વ્હાલસોયા નું પોતાના હાથે જ નીપજવવાનો ઘણો અફસોસ સિધ્ધરાજ ને થયો હોવાનુ જાણવું મળ્યું છે.
Published by: Jay Mishra
First published: July 16, 2021, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading