ભાવનગરઃ પારિવારીક મનદુઃખના કારણે રક્ત રંજીત ઘટના, કાકા બાદ ભત્રીજાનું પણ મોત


Updated: April 18, 2021, 7:03 PM IST
ભાવનગરઃ પારિવારીક મનદુઃખના કારણે રક્ત રંજીત ઘટના, કાકા બાદ ભત્રીજાનું પણ મોત
પ્રતિકાત્મક તસવીર

પારિવારીક મનદુખના કારણે ચાર શખસોએ જીવલેણ હુમલો કરી પિતા-પુત્ર અને બે ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા એક યુવાનનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય ત્રણને સારવારમાં ખસેડાયા હતા.

  • Share this:
નીતિન ગોહેલ, ભાવનગરઃ ભાવનગર (bhavnagar) જીલ્લાનાં ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે થોડા દિવસ પુર્વે પારીવારીક મનદુખના કારણે ચાર શખસોએ જીવલેણ (Attack) હુમલો કરી પિતા-પુત્ર અને બે ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીંકી (attack with knife) દેતા એક યુવાનનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય ત્રણને સારવારમાં ખસેડાયા હતા જે મામલે પોલીસે હત્યાની કલમ તળે ગુનો દાખલ કરી ચાર શખસને નજરકેદ કરી લઇ કોરોના રિપોર્ટ (corona reports) કરાવતા એક શખસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગર (bhavnagar) આઇસોલેશન વોર્ડમાં (Isolation ward) ખસેડાયો હતો. જ્યારે અન્ય ત્રણની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવી જિલ્લા જેલ હવાલે કરી દીધા હતા. જ્યારે સારવાર હેઠળ રહેલ યુવાનનુ હોસ્પિટલ બિછાને મૃત્યુ નિપજતા બનાવ બેવડી હત્યામાં પરિણામ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના રૂપાવટી ગામે પાલડી રોડ પર રહેતા ગોરધનભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૫૫)એ ગારિયાધાર પોલીસ મથકમાં આજ ગામના તેઓના કુટુંબી ભાઇ દેવરાજ જીણાભાઇ ઉનાવા, જીતુ દેવરાજભાઇ ઉનાવા, રાજુ દેવરાજભાઇ ઉનાવા, વિપુલ બિજલભાઇ ઉનાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કે, તેઓના નાનાભાઇ રમેશભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૪૦)ને તેના કુટુંબી દેવરાજ ઉનાવા સાથે પારિવારીક મનદુઃખ ચાલતું હોય અને રમેશભાઇના દિકરા કૌશીકભાઇ અને જીતુ દેવરાજભાઇ બંને વચ્ચે મોબાઇલ બાબતે બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

તે બાબતે રમેશભાઇ, તેના બંને દિકરા કનુભાઇ, દિનેશભાઇ અને તેઓના ભત્રીજા કૌશીકભાઇ ઠપકો આપવા જતા ઉક્ત તમામે એકસંપ કરી રમેશભાઇના પેટના ભાગે ઝીંકી દઇ તેઓનુ મોત નિપજાવી તેમજ તેઓના દિકરા કનુભાઇ, દિનેશભાઇ અને ભત્રીજા કૌશીકભાઇને આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટ્યા હતાં.આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

ઉક્ત ફરિયાદ અનુસંધાને ગારિયાધાર પોલીસે ચારેય શખસ સામે આઇપીસી ૩૦૨, ૩૨૬, ૩૨૪, ૧૧૪, ૩૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી દેવરાજ જીણાભાઇ ઉનાવા (ઉ.વ.૫૦), જીતુ દેવરાજભાઇ ઉનાવા (ઉ.વ.૨૪), રાજુ દેવરાજભાઇ ઉનાવા (ઉ.વ.૨૮), વિપુલ બિજલભાઇ ઉનાવા (ઉ.વ.૨૪)ને ઝડપી પાડી નજરકેદ કરી લઇ કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરતા રાજુ દેવરાજભાઇ ઉનાવા કોરોના પોઝિટિવ આવતા તેને ભાવનગર સર ટી. હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે અન્ય ત્રણ શખસને ધરપકડ કરી પોલીસે શખસોના કબજામાંથી હત્યા વેળાએ વપરાયેલ છરીઓ કબજે લઈ તપાસના કામે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી હાથ ધરતા નામદાર કોર્ટે એક દિવસના રિમાંન્ડ મંજુર કર્યા હતા. જે રીમાન્ડ પુર્ણ થતા તમામને કોર્ટના આદેશ તળે જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.દરમિયાન ભાવનગર સર ટી હોસ્પિટલ સારવારમાં રહેલ કનુભાઈ ગોરધનભાઈ ઉનાવાએ ગત રાત્રીના અરસા દરમીયાન હોસ્પિટલ બીછાને અંતિમ સ્વાસ લીધા હતા. કાકાના મૃત્યુ પર્યાત ભત્રીજો દમ તોડી દેતા બનાવ હત્યામાં પરિણામ્યો હોવાનુ ગારીયાધાર પોલીસ મથકથી જાણવા મળ્યુ હતુ.
Published by: ankit patel
First published: April 18, 2021, 6:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading