મહુવા: ભાજપ સાથે છેડો ફાડીને ચૂંટણી લડી રહેલા ઉમેદવારનો ડાન્સર સાથે ઠુમકા લગાવતો કથિત વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: February 25, 2021, 10:56 AM IST
મહુવા: ભાજપ સાથે છેડો ફાડીને ચૂંટણી લડી રહેલા ઉમેદવારનો ડાન્સર સાથે ઠુમકા લગાવતો કથિત વીડિયો વાયરલ
વાયરલ થયેલો વીડિયો.

મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર-6ના ઉમેદવાર અશોક વાઢેરનો આક્ષેપ છે કે ભાજપે બદનામી કરવાના ઈરાદાથી આ વીડિયો વહેતો કર્યો છે.

  • Share this:
મહુવા: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local body polls) માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ટિકિટની વહેંચણી બાદ તમામ પક્ષોમાં નારાજ લોકોનો પણ એક વર્ગ ઊભો થયો છે. અનેક કિસ્સામાં નારાજ થયેલા નેતાઓ પક્ષ સાથે છેડો ફાડીને સામા પક્ષમાં જોડાતા હોય છે. બીજી તરફ ચૂંટણીમાં જીત માટે અનેક હથકંડા અજમાવવામાં આવતા હોય છે. જેમાં અનેક વખત ઉમેદવારોની છાપ ખરાબ થાય તેવા વીડિયો પણ વહેતા થતા હોય છે. મહુવામાં ભાજપ (BJP) સાથે છેડો ફાડી વિકાસ સમિતિના બેનર હેઠળ ચૂંટણી લડી રહેલા અશોક વાઢેર (Ashok Vadher)નો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ડાન્સર સાથે ઠુમકા લગાવી રહ્યા છે. અશોક વાઢેરનો આક્ષેપ છે કે ભાજપે બદનામી કરવાના ઈરાદાથી આ વીડિયો (Viral video) વહેતો કર્યો છે. સાથે જ તેમણે આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ તેઓ ન હોવાનું જણાવ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ મહુવાનું રાજકારણ ગરમાયું છે. આ વીડિયો ક્યારનો છે તે મામલે ન્યૂઝ18 ગુજરાતી કોઈ જ પુષ્ટિ કરતું નથી.

વીડિયો વાયરલ થતા ફરિયાદ

અશોક વાઢેરે ભારતીય જનતા પાર્ટી સાથે થોડા સમય પહેલા છેડો ફાડી લીધો હતો. જે બાદમાં તેઓ વિકાસ સમિતિના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ વોર્ડ નંબર છ માંથી ઉમેદવારી કરી રહ્યા છે. આ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ મહિલા ડાન્સરો સાથે ઠુમકા લગાવી રહ્યા છે. વીડિયોમાં જે દ્રશ્યો જોવા મળે છે તેવા દ્રશ્યો સામાન્ય રીતે ડાન્સ બારમાં જોવા મળતા હોય છે. વીડિયો વાયરલ થયા બાદ અશોક વાઢેરે આ મામલે પોલીસને લેખિતમાં અરજી આપી છે. આ ઉપરાંત આ વીડિયોની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. સાથે જ તેઓએ જણાવ્યું છે કે, ચૂંટણી સમયે તેઓને બદનામ કરવાના ઈરાદા સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વીડિયો વહેતો કરવામાં આવ્યો છે.ભારતીય જનતા પાર્ટીએ વીડિયો વાયરલ કર્યો

આ મામલે મહુવા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રજની ઠાકરે જણાવ્યું હતું કે, તેઓની પાસે આ વીડિયો આવ્યો હતો. આ વીડિયો સાચો હોવાનું લાગ્યા બાદ તેઓએ આ વીડિયો આગળ ફોરવર્ડ કર્યો હતો.
આ પણ વાંચો: મોતની વાતથી અજાણ માતા આખી રાત મૃત પુત્રની ચાકરી કરતી રહી!

મહુવા વિકાસ સમિતિના આગેવાન બચુભાઈ પટેલે જણાવ્યું હતું કે, "આ વીડિયો યુ-ટ્યુબ પરથી ડાઉનલોડ કરીને મૂકવામાં આવ્યો છે. આ વીડિયો અશોક વાઢેરનો નથી. અમે વિકાસ સમિતિના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા હોવાથી હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ ગ્રુપમાં અશોકભાઈના નામે આ વીડિયો વહેતો કર્યો છે. આ મામલે અશોકભાઈ તરફથી મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવી છે. હતાશ થયેલા લોકોનું આ હીન કૃત્ય છે."

આ પણ વાંચો: 28 વર્ષીય પરિણીતાએ આપઘાત માટે ઝેર ભેળવીને રાખેલો આઇસક્રીમ બે સંતાનો અને બહેન આરોગી ગયા, બે મોત

...તો રાજકારણ છોડી દઈશ: અશોક વાઢેર

આ મામલે વિકાસ સમિતિના ઉમેદવાર અશોક વાઢેરે જણાવ્યું હતું કે, "ખોટી રીતે બદનામ કરવા માટે હાર ભાળી ગયેલી વિરોધી પાર્ટીએ આ વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો ખોટો છે. આ વીડિયો સાચો હોવાની સાબિત થાય તો હું રાજકારણ છોડી દઈશ."
Published by: Vinod Zankhaliya
First published: February 25, 2021, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading