બેટ દ્વારકા અને ગીર-સોમનાથમાં મેગા ડિમોલીશન, અનેક ગેરકાયદે બાંધકામ તોડી પડાયા

News18 Gujarati
Updated: October 1, 2022, 7:03 PM IST
બેટ દ્વારકા અને ગીર-સોમનાથમાં મેગા ડિમોલીશન, અનેક ગેરકાયદે બાંધકામ તોડી પડાયા
પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ હતાવવાની કામગીરી ચાલી રહી છે

Mega demolition: ગેરકાયદેસર દબાણ થયેલા કોમર્શિયલ, રહેણાક તેમજ ધાર્મિક સ્થાનો નજીક તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાઇ રહ્યું છે

  • Share this:
ગીરસોમનાથ: ગીરસોમનાથના કોસ્ટલ એરિયામાં ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોસ્ટલ બેલ્ટ પર લેન્ડિંગ પોઈન્ટ નજીક ના ગેરકાયદે બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી છે. લેન્ડિંગ પોઈન્ટ નજીક ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે. ચરસનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે. કોસ્ટલ એરિયાના 12 જેટલા બાંધકામ તોડી પડાયા છે. સુરક્ષાને ધ્યાને રાખી તંત્રએ કરી કાર્યવાહી છે. સાથે જ લોકોને જમીન માપણી કરી બાધકામ કરવા સૂચના આપવામાં આવી છે.

બીજી બાજુ, બેટ દ્વારકા ખાતે મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ હતાવવાની કામગીરી ચાલી રહી છે. ગેરકાયદેસર દબાણ થયેલા કોમર્શિયલ, રહેણાક તેમજ ધાર્મિક સ્થાનો નજીક તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાઇ રહ્યું છે, ત્યારે આ બેટ દ્રારકામાંથી કેટલાક શકમંદોને પોલીસ પૂછપરછ માટે ડિટેઇન કર્યા છે. ઉપરાંત બેટ દ્રારકા સહિતના અન્ય નિર્જન ટાપુ પર મેગા ઓપરેશન થશે. સાથે ઓખા નજીક આવેલા દંગા પર ડિમોલીશનની કાર્યવાહી થશે. આ મેગા ઓપરેશન હજુ 2થી 3 દિવસ ચાલશે તેવી શક્યતા છે. આ મેગા ઓપરેશનમાં હાલ પી.એફ.આઇ. કનેક્શન બાબતે કોઈ જાણકારી તંત્ર દ્વારા બહાર કરાતી નથી. જિલ્લા એસપીએ ગઇકાલથી બેટ દ્રારકામાં ધામા નાખ્યા છે.

આ પણ વાંચો: રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત, બે નાની દીકરી અને પત્ની પર આભ તૂટ્યું

બેટ દ્વારકા ખાતે ચાલી રહેલા મેગા ડિમોલીશન ઓપરેશનમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. બેટ દ્વારકાના દાંડી હનુમાન પાછળના વિસ્તારમાં આવેલ શેખપીર દરગાહ, કમર અલી દરગાહ અને વઘરો પીર દરગાહ, જુમો પીર દરગાહનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે.
Published by: Azhar Patangwala
First published: October 1, 2022, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading