ગીર-સોમનાથ: લૂંટેરી દુલ્હન 'ખેલ' પાડે તે પહેલા જ ઝડપાઈ, વરરાજા અને પોલીસે આ રીતે ખેલ ઊંધો પાડ્યો

News18 Gujarati
Updated: June 24, 2021, 9:04 AM IST
ગીર-સોમનાથ: લૂંટેરી દુલ્હન 'ખેલ' પાડે તે પહેલા જ ઝડપાઈ, વરરાજા અને પોલીસે આ રીતે ખેલ ઊંધો પાડ્યો
લગ્ને લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન.

રાજકોટ મુલાકાત દરમિયાન બંને પક્ષ વચ્ચે લેવડ દેવડની વાત થઈ હતી. જે બાદમાં હિતેશે સપનાને લગ્નની ખરીદી માટે રોકડા 41 હજાર રૂપિયા આપ્યા હતા.

  • Share this:
ગીર-સોમનાથ: દીકરાના મોહમાં સમાજમાં ધીમે ધીમે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. અનેક સમાજ અને વિસ્તારોમાં હાલત એવી છે કે અનેક યુવકોને લગ્ન માટે કન્યા નથી મળી રહી. આ જ કારણે સૌરાષ્ટ્રના અનેક યુવકોનાં લગ્ન દાહોદ-ગોધરા બાજુ થઈ રહ્યા છે. જોકે, આમાંથી મોટાભાગના કિસ્સામાં યુવતી થોડો સમય સાથે રહ્યા બાદ રૂપિયા અને ઘરેલા લઈને ભાગી જતી હોય છે. સૌરાષ્ટ્રમાં આજકાલ લગ્ને લગ્ને કુંવારી એવી લૂંટેરી દુલ્હનને કિસ્સા વધી રહ્યા છે. આ માટે મોટી ઉંમર સુધી લગ્ન ન થયા હોય તેવા યુવકોને શિકાર બનાવવામાં આવે છે. ગીર-સોમનાથ પંથકમાં વધુ એક આવો કિસ્સા સામે આવ્યો છે. જોકે, આ વખતે વર પક્ષના લોકોને શંકા પડી જતા લૂંટેરી દુલ્હન સહિતની ટોળકી પોલીસ પકડમાં આવી ગઈ હતી.

રાજકોટ ખાતે લૂંટેરી દુલ્હનની મુલાકાત

મળતી માહિતી પ્રમાણે ઉનાના નાળિયેરી મોલી ગામના રમેશભાઇ હરીભાઇ રાખોલિયાએ પોતાના પુત્ર હિતેષ (ઉ. 30)ના લગ્ન કરવાના હોવાથી કાકડી મોલી ગામ ખાતે રહેતા વિનુભાઇ રાઠોડના કાને વાત નાખી હતી. જે બાદમાં તમામ લોકો કન્યા જોવા માટે રાજકોટ ગયા હતા. અહીં સપના નામની એક યુવતી સાથે હિતેષની મુલાકાત થઈ હતી. હિતેષ અને સપનાએ એકબીજા સાથે વાતચીત કરી હતી અને વાત આગળ ચાલી હતી. જે બાદમાં સગાઈની વાત થઈ હતી.

આ પણ વાંચો: ઉડતી કાર: 'આવું કેવી રીતે થયું?' જેણે પણ આ દ્રશ્ય જોયું તે થયું પરેશાન

ખરીદી માટે રૂપિયા માંગ્યા

રાજકોટ મુલાકાત દરમિયાન બંને પક્ષ વચ્ચે લેવડ દેવડની વાત થઈ હતી. જે બાદમાં હિતેશે સપનાને લગ્નની ખરીદી માટે રોકડા 41 હજાર રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત લગ્ન વખતે બે લાખ રૂપિયા અને દાગીના આપવાની વાત થઈ હતી. જે બાદમાં 21 જૂને ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું. જોકે, લગ્ન પહેલા જ લૂંટેરી દુલ્હન અને તેના કેટલાક મળતિયા ગાડી ભાડે કરીને ઉના પહોંચી ગયા હતા. જે બાદમાં તમામ લોકો વકીલ પાસે ગયા હતા.આ પણ વાંચો: રાજકોટ: પરિવાર જે દીકરીની માનતા પૂરી કરવા જતો હતો તેનું જ અકસ્માતમાં નિધન

વકીલને શંકા પડી

કન્યા તેમજ તેમના મળતિયા કોર્ટ લગ્ન માટે જરૂરી તમામ દસ્તાવેજ આપીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન વકીલને શંકા પડી હતી. તપાસ કરતા તમામ પુરાવા નકલી નીકળ્યા હતા. જે બાદમાં પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. બીજી તરફ કન્યા પક્ષે 21ના બદલે 23 તારીખે આવવાની વાત કરી હતી. સાથે જ બે લાખ રૂપિયા રોકડા અને ઘરેણા તૈયાર રાખવાનું કહ્યું હતું. 23 જૂને તમામ લોકો કોર્ટમાં આવી પહોંચતા સાદા ડ્રેસમાં રહેલી પોલીસે તમામની ધરપકડ કરી હતી. જે બાદમાં વરરાજાની ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન સહિત નવ લોકો સામે ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો: તસવીરો: રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રેલર સાથે બસની ધડાકાભેર ટક્કર, બસના ફૂરચા નીકળી ગયાકિસ્સો-2: લૂંટેરી દુલ્હન લગ્નના બે જ દિવસમાં રોકડ સાથે ફરાર

આણંદના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામ ખાતે ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો. જેમાં લગ્નના બે દિવસમાં જ લૂંટેરી દુલ્હન અને તેના સાગરિતો રોકડ અને દાગીના સાથે કુલ 2.11 લાખની મતા લઈને લઈને ફરાર થઈ ગયા હતા. આ સુંદલપુરા ગામે કૈલાસબેન ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી. તેમના સૌથી નાના પુત્ર અજયના લગ્ન બાકી હોવાથી તેમણે ગામમાં જ ભાડે મકાન રાખીને રહેતા રાઠોડ રાજુભાઈ ભાઈલાલભાઈને વાત કરી હતી. રાજુએ તેની ભત્રીજી મનીષા ઉર્ફે પ્રિયા કુંવારી હોવાની વાત કરી હતી. જે બાદમાં મુલાકાત ગોઠવવામાં આવી હતી અને લગ્ન નક્કી થયા હતા. જોકે, મનીષા લૂંટેરી દુલ્હન નીકળી હતી અને લગ્નના બે જ દિવસમાં રોકડ સાથે ફરાર થઈ ગઈ હતી. બે દિવસ સુધી લૂંટેરી દુલ્હને રાત્રે થાક લાગ્યાનો કહીને વરરાજાને ઊંઘાડી દીધો હતો.
Published by: Vinod Zankhaliya
First published: June 24, 2021, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading