લાલપુરની સભામાં સી.આર.પાટીલની રમૂજ: મારી પત્ની મારી વાત નથી માનતી તો તમારી ક્યાંથી માને!

News18 Gujarati
Updated: February 26, 2021, 10:48 AM IST
લાલપુરની સભામાં સી.આર.પાટીલની રમૂજ: મારી પત્ની મારી વાત નથી માનતી તો તમારી ક્યાંથી માને!
સી.આર. પાટીલ.

જામનગર જિલ્લાના લાલપુર પંથકના હરિપર નજીક હેલિપેડ મારફતે આવેલા સી.આર. પાટીલે લાલપુરમાં ભવ્ય બાઇક રેલી યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ રેલી સ્વરૂપે પાટીલે લાલપુર ખાતે પહોંચી એક સભાને સંબોધન કર્યું હતું.

  • Share this:
કિંજલ કારસરીયા, જામનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body polls)ને લઈને રાજકીય પક્ષો દ્વારા અંતિમ તબક્કામાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે જામનગરના લાલપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil)બુધવારે રેલી અને સભા સંબોધી હતી. જામનગરમાં જિલ્લા (Jamnagar district) પંચાયત, 6 તાલુકા પંચાયત અને નગરપાલિકા (Nagar Palica)ની ચૂંટણી પણ આગામી 28 ફેબ્રુઆરીના યોજાનાર છે. જેને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ગઈકાલે જામનગરના પ્રવાસે આવ્યા હતા. લાલપુર ખાતે ચૂંટણી સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સભા સંબોધતા તેમણે રમૂજ કરતા જણાવ્યું હતું કે, મારા પત્ની મારું કહેવું માનતા નથી!

જામનગર જિલ્લાના લાલપુર પંથકના હરિપર નજીક હેલિપેડ મારફતે આવેલા સી.આર. પાટીલે લાલપુરમાં ભવ્ય બાઇક રેલી યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ રેલી સ્વરૂપે પાટીલે લાલપુર ખાતે પહોંચી એક સભાને સંબોધન કર્યું હતું. ચૂંટણી સભામાં સંબોધન કરતા પાટીલે કહ્યું હતું કે, મહાનગરોમાં કૉંગ્રેસના સુપડાં સાફ કરવામાં આવ્યા તેવી જ રીતે આગામી યોજાનાર જિલ્લા તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસનું નામ-નિશાન નહીં રહે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: ભારતીય જનતા પાર્ટીએ વધુ એક બેઠક જીતી, સંખ્યાબળ 160 થયુંસભામાં પાટીલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ભાજપનું પ્રથમ બ્રહ્માસ્ત્ર છે, તો બીજું બ્રહ્માસ્ત્ર પેજ સમિતિ છે. મતદાનના દિવસે બૂથ અને ભાજપની બ્રહ્માસ્ત્ર એવી પેજ સમિતિના કાર્યકરો મતદાન માટે સવારમાં જ પરિવારના લોકો સાથે ભાજપને મત આપે તેમ પાટીલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: 'અમારી વગ ઉપર સુધી છે, અરજી પાછી નહીં લો તો પાછળથી તકલીફ પડશે,' મહિલાને ધમકી અહીં સભા દરમિયાન સી.આર. પાટીલે થોડી રમૂજ પણ કરી હતી. સીઆર પાટીલે કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, "મતદાનના દિવસે સવારે તમારી પત્નીને કહેજો કે પહેલા મતદાન કરી આવીએ પછી હું તને ચા બનાવીને પીવડાવીશ. આવું કહેશો તો પત્ની પણ ખુશ થઈ જશે. પત્નીને કહેજો કે ભાજપને મત આપવા જવાનો છે તો પહેલાવાર તમારી વાત માનશે."આ સમયે રમૂજ કરતા પાટીલે હાજર કાર્યકરોને સવાલ પૂછ્યો હતો કે, જેમની પત્ની વાત માનતી હોય એ હાથ ઊંચો કરે! સાથે જ પાટીલે હળવી શૈલીમાં જણાવ્યું હતું કે, મારી પત્ની પણ નથી માનતી તો તમારી ક્યાંથી માનતી હોય!

લાલપુરમાં યોજાયેલી ભાજપની ચૂંટણી સભામાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને જિલ્લા ભાજપના યુવા પ્રમુખ સુરેશભાઈ વસરા સહિતના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Published by: Vinod Zankhaliya
First published: February 26, 2021, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading