Omicronની ગુજરાતમાં દસ્તક? જામનગરમાં એક શંકાસ્પદ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

News18 Gujarati
Updated: December 2, 2021, 8:34 PM IST
Omicronની ગુજરાતમાં દસ્તક? જામનગરમાં એક શંકાસ્પદ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
પ્રતિકાત્મક તસવીર

jamnagar Omicron suspected case: જામનગરના મોરકડાં ગામનો વ્યક્તિ (Morkada) આફ્રિકાથી (africa) આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો નોંધાતા સેમ્પલો પુણે મોકલાવમાં આવ્યા છે. ત્યાર બાદ ચોક્કસ તારણ સામે આવશે.

  • Share this:
જામનગરઃ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ( coronavirus new variant) ઓમિક્રોને ભારત (Omicron in bharat) સહિત વિશ્વના દેશોમાં ફફડાટ ફેલાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન વાયરસનો શંકાસ્પદ (Omicron suspected case in Gujarat) પગપેસારો નોંધાયો છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વાયરસનો (Omicron suspected case in jamnagar) શંકાસ્પદ કેસ નોંધાયો છે. ત્યારે જામનગર સહિત ગુજરાતમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જામનગરના મોરકડાં ગામનો વ્યક્તિ આફ્રિકાથી આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો નોંધાતા સેમ્પલો પુણે મોકલાવમાં આવ્યા છે. ત્યાર બાદ ચોક્કસ તારણ સામે આવશે. જોકે, અત્યારે ઓમિક્રોમના શંકાસ્પદ કેસના પગલે સ્થાનિક લોકોમાં ભય પેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિ આફ્રિકાથી ભારત આવ્યો હતો. જો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન પ્રમાણે તમામ વિદેશી લોકોનું ટેસ્ટ કરવામાં આવે. ત્યારે આ વ્યક્તિમાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થવાના અણસાર આવતા તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો.

આઇસોલેટ કરાયેલ પુરુષમાં ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. હવે આફ્રિકાથી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને આઈસોલેટ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ-પાંચ ગણો વધારે સંક્રામક છે Omicron, હજી ગંભીર લક્ષણો નથી દેખાયાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

ઉલ્લેખનીય છે કેભારતમાં કર્ણાટકમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. કર્ણાટકના બે ચેપગ્રસ્ત વ્યક્તિઓના તમામ પ્રાથમિક અને ગૌણ સંપર્કોની ઓળખ કરવામાં આવી છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કોવિડ-પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.

9 સેમ્પલની તપાસમાં ઓમિક્રોન પોઝિટિવ મળ્યાનવા કોવિડ-19 પ્રકારનો સૌપ્રથમવાર 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને જાણ કરવામાં આવી હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ વર્ષે 9 નવેમ્બરે એકત્રિત કરાયેલા નમૂનામાંથી પ્રથમ B.1.1.529 ચેપની ઓળખ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ રાંદેરમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું, પતિના તેની ભાભી સાથેના હતા આડા સંબંધો

26 નવેમ્બરના રોજ, સંસ્થાએ નવા COVID-19 વેરિઅન્ટને B.1.1.529 નામ આપ્યું, જે દક્ષિણ આફ્રિકામાં 'ઓમિક્રોન' તરીકે મળી આવ્યું છે. WHO એ ઓમિક્રોનને 'ચિંતાનો પ્રકાર' તરીકે વર્ગીકૃત કર્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

મ્યુટન્ટની શોધ પછી ડઝનેક દેશોએ દક્ષિણ આફ્રિકાના દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ગેબ્રિઓસે કહ્યું છે કે કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટની 23 દેશોમાં પુષ્ટિ થઈ છે અને તેમની સંખ્યામાં વધારો થવાની આશા છે. ભારતે આ સૂચિમાં ઘણા દેશોને પણ ઉમેર્યા છે જ્યાંથી પ્રવાસીઓએ દેશમાં આગમન પછી વધારાના પગલાંનું પાલન કરવું પડશે, જેમાં આગમન પછીની RT-PCR ટેસ્ટનો સમાવેશ થાય છે.
Published by: ankit patel
First published: December 2, 2021, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading