'ઝંડા ઊંચા રહે હમારા....' જામનગરમાં જિલ્લા કક્ષાના 73માં પ્રજાકસતાક પર્વની ઉજવણી, જુઓ Video
Updated: January 26, 2022, 6:42 PM IST
ઝંડા ઊંચા રહે હમારા.... જામનગરમાં જિલ્લા કક્ષાના 73માં પ્રજાકસતાક પર્વની ઉજવણી
જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સંજય વાઘેલા, જામનગર: જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કર્યા બાદ મંત્રીએ જામનગર પોલીસદળ, હોમગાર્ડ, અશ્વ દળ, વગેરેના જવાનોની માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ PMJAY- માં યોજના સાથે જોડાયેલા કર્મીઓ, વન વિભાગના જવાનો તથા કરૂણા અભિયાન હેઠળ લાખોટા નેચર ક્લબને જિલ્લામાં શ્રેષ્ઠ કમગીરી બદલ સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજાએ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે રાષ્ટ્રગીતના સમુહગાન દરમ્યાન ત્રિરંગો ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી ત્યારબાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ અને દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: આકાશમાં ટ્રાફિક જામ! અમદાવાદ એરપોર્ટના આકાશમાં એક સાથે 8 ફ્લાઇટ ભેગી થઇ ગઈબ્રિજેશ મેરજાએ જણાવ્યું કે આ મહામારીના સમયમાં પણ લડત આપીને આપણે ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કર્યું છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. ગુજરાત અનેક ક્ષેત્રે પ્રથમ છે ત્યારે ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના ખૂણે ખૂણાને વિકાસની રાહે આગળ લઈ જવાની મંત્રીશ્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Arvalli: અકસ્માતનો live video, શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યા બાદ સામે આવતી કારને અથડાઈ
આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા વિવિધ વિભાગના કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સ, PMJAY- માં યોજના, કરૂણા અભિયાન તથા વન વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા બદલ કર્મીઓને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મંત્રીએ જામનગર જિલ્લાના વિકાસ કામો માટે રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલ રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રીને અર્પણ કર્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રી એ પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.
Published by:
kuldipsinh barot
First published:
January 26, 2022, 6:42 PM IST