કાલાવડના ખેડૂતોને પડી રહી છે પારાવાર મુશ્કેલી, જુઓ કેવી લાંબી લાઇનો લાગી


Updated: September 27, 2021, 6:18 PM IST
કાલાવડના ખેડૂતોને પડી રહી છે પારાવાર મુશ્કેલી, જુઓ કેવી લાંબી લાઇનો લાગી
Farmers Issue : કાલાવડના ખેડૂતોને પડી રહી છે પારાવાર મુશ્કેલી, જુઓ કેવી લાંબી લાઇનો લાગી

Farmers Issue : કાલાવડના ખેડૂતોને પડી રહી છે પારાવાર મુશ્કેલી, જુઓ કેવી લાંબી લાઇનો લાગી

  • Share this:
Jamnagar News : ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અહીં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. જો કે ભારતના (India) ખેડૂતોની કમનસીબી કહો કે નબળાઇ કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. કુદરતી (Natrual Disaster) આફતોથી તો ખેડૂતો પરેશાન છે જ પરંતુ હવે માનવ સર્જીત મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જામનગર (Jamnagar District) જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના (Farmers) ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું ત્યારબાદ સરકારી સહાય મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહેલા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. કાલાવડ તાલુકાના ખેડૂતો સવારથી કચેરીએ લાઇનો લગાવીને ઉભા છે. આ પાછળનું કારણ ઇન્ટરનેટ ક્નેક્ટીવીટી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે માનવમહેરામણ ઉમટી પડ્યું છે. આ માનવ મહેરામણ બીજું કોઇ નહીં પરંતુ ખેડૂતો છે જેઓ સવારથી લાઇનો લગાવીને ઉભા છે. વહેલી સવારથી જ ખેડૂતો 7/12ના દાખલા કઢાવવા માટે આવી પહોંચ્યા હતા. આમ તો સરકારી કચેરી ધક્કા ખવડાવવા માટે જગજાહેર છે પરંતુ આ વખતે ઇન્ટરનેટ ક્નેક્ટીવીટીને કારણે કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. ઇન્ટરનેટ ક્નેક્ટીવીટી ન હોવાને કારણે કામગીરી ઠપ્પ થઇ જતા ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં ઇન્ટરનેટ ક્નેક્ટીવીટી ક્યારે આવશે તેનો કોઇ અંદાજ નથી.

એક તરફ કુદરતી આફત એટલે કે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતા ઉભો પાક બગડી ગયો છે. આવા સમયે સરકારે સહાયની જાહેરાત તો કરી છે પરંતુ આ સહાય મેળવવા માટે કાગળની કાર્યવાહી ખુબ જ જટીલ છે. કારણ કે સહાય મેળવવા માટે 7/12ના ઉતારા જેવા કાગળોની જરૂર પડે છે. ખેતરમાં કામ છોડી ખેડૂતો 7/12 સહિતના કાગળ કઢાવવા માટે સરકારી કચેરી ખાતે દોડી ગયા છે. પરંતુ સરકારી કચેરી ખાતે પણ ઇન્ટરનેટ ક્નેક્ટીવીટી જેવી સમસ્યાને કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યાં છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કેવી રીતે કાલાવડ મામતદાર કચેરી ખાતે લાઇનો લગાવીને ઉભા છે. તેમના મોઢા પર સ્પષ્ટ પણે લાચારી દેખાઇ રહી છે. એવા સમયે સરકારી અધિકારીઓએ જવાબદારી ઉપાડી જેમ બને તેમ ઝડપથી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ અને ધરતીના તાતની મદદ કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે થયેલા નુકશાન માટે સરકારે સહાયની જાહેરાત કરી છે પરંતુ આ સહાય પૂરતા પ્રમાણમાં કાગળ હશે તેવા જ ખેડૂતોને લાભ મળશે ત્યારે સરકારી કચેરીઓ ખાતે યોગ્ય સગવડ ન હોવાને કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
First published: September 27, 2021, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading