અજમાની ખેતી કરી માલામાલ થયા ખેડૂતો, કેટલો ખર્ચ, સમય અને કેવી રીતે થાય છે તૈયાર, સમગ્ર માહિતી માટે જુઓ Video
Updated: January 19, 2022, 3:22 PM IST
અજમાની ખેતી કરી માલામાલ થયા ખેડૂતો, કેટલો ખર્ચ, સમય અને કેવી રીતે થાય છે તૈયાર,
હાલમાં જ અજમાના ઐતિહાસિક એક મણના 7000 રૂપિયા બોલતા ખેડૂતો રાજીના રેડ થઇ ગયાં. જો કે અજમાની ખેતી કરવી પણ એટલી સહેલી નથી,
સંજય વાઘેલા, જામનગર: જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ અજમાના પાક માટે હબ ગણાય છે. હાપા માર્કેટિંગ યારમાં અજમાના જે ભાવ બોલાય તે સમગ્ર ગુજરાતમાં માન્ય રહે છે. ખેડૂતોને સમગ્ર ગુજરાતમાં અજમાના સૌથી વધુ ભાવ અહીં મળે છે. હાલમાં જ અજમાના ઐતિહાસિક એક મણના 7000 રૂપિયા બોલતા ખેડૂતો રાજીના રેડ થઇ ગયાં. જો કે અજમાની ખેતી કરવી પણ એટલી સહેલી નથી, અજમાની ખેતી કરવા માટે કેવું વાતાવરણ જરૂરી છે, યાર્ડ સુધી પહોંચાડવા સુધી કેટલો ખર્ચ થાય છે તે અંગે ખેડૂતો સાથે ખાસ વાત કરવામાં આવી હતી.
ખેડૂત દેવશીભાઇ ગીર સોમનાથ જિલ્લામાંથી અજમો લઈને જામનગર આવ્યા હતા, તેઓનું કહેવું છે કે હાપા યાર્ડમાં અજમાના સારા ભાવ મળે છે. મેં ચાર વીઘામાં અજમો વાવ્યો હતો, જેમાં અંદાજે 9 મણ જેટલો અજમો થયો છે. આ અજમાને યાર્ડ સુધી પહોંચાડવામાં અંદાજે 5થી 6 હજાર સુધીનો ખર્ચ થાય છે.
આ પણ વાંચો: સુરતમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગતા ખાનગી બસ ભડભડ બળી, એકનું મોતઆવા જ એક બીજા ખેડૂત ભરતભાઈએ જણાવ્યું કે અજમાની ખેતી માટે સારી જમીન હોવી જરૂરી છે. અજમાની ખેતી સામાન્ય રીતે ઓગસ્ટ મહિના પછી કરવામાં આવે છે. અજમાના પાકને તૈયાર થવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગે છે. તો હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈએ જણાવ્યું કે અજમા માટે જામનગર જિલ્લાની જમીન ખુબ જ ઉપજાવ છે, અજમા માટે ખારી જમીન વધુ માફક આવે છે.
Published by:
kuldipsinh barot
First published:
January 19, 2022, 3:22 PM IST