મગફળીથી છલકાયું જામનગર માર્કેટિંગ યાર્ડ, દિવાળી પહેલા પ્રથમવાર થઇ આટલી આવક


Updated: October 23, 2021, 8:08 PM IST
મગફળીથી છલકાયું જામનગર માર્કેટિંગ યાર્ડ, દિવાળી પહેલા પ્રથમવાર થઇ આટલી આવક
હાપા એપીએમસી

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચારેબાજુ મગફળીના જ ઢગલા જોવા મળી રહ્યાં છે. ચોમાસુ પાકની જણસો માર્કેટિંગ યાર્ડમાં આવવાનું શરૂ થઇ

  • Share this:
જામનગરઃ જામનગરના (jamnagar) હાપા માર્કેટિંગ યાર્ડમાં (hapa marketing yard) ચારેબાજુ મગફળીના જ ઢગલા જોવા મળી રહ્યાં છે. ચોમાસુ પાકની જણસો માર્કેટિંગ યાર્ડમાં આવવાનું શરૂ થઇ ગયું છે. ખાસ કરીને કપાસ અને મગફળીની મબલખ આવક થઇ છે. હાપા માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર ઘનશ્યામભાઇ વાદીએ જણાવ્યું કે ઘણા વર્ષો બાદ પહેલીવાર એવું બન્યું છે કે દિવાળી પહેલા મગફળીની આટલી બધી આવક થઇ હોય. મોટાભાગે દિવાળી બાદ મગફળીની આવક શરૂ થતી હોય છે પરંતુ આ વખતે દિવાળી પહેલા જ આવક થઇ છે. હાપા યાર્ડમાં દરરોજ જેટલી મગફળી આવે છે તેટલી જ મગફળીનું વેચાણ પણ થઇ જાય છે જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. એટલું જ નહીં મગફળીનો સારો એવો ભાવ પણ મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી જામનગર યાર્ડ ખાતે તામિલનાડુથી વેપારીઓ મગફળી ખરીદવા માટે આવી રહ્યાં છે. જામનગરની જાણીતી 66 નંબર અને 9 નંબરની મગફળીની ખરીદી કરવા દૂર દૂરથી વેપારીઓ આવે છે. હાપા માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર ઘનશ્યામભાઇ વાદીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ખેડૂતોને જાડી મગફળીના 930થી 1180 સુધી ભાવ મળ્યા હતા જ્યારે જીણી મગફળીમાં 1160થી લઇને 1425 સુધી ભાવ મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને કપાસ અને મગફળીના સૌથી વધુ ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં જ મળી રહ્યાં છે જે એક સારી બાબત કહી શકાય.
First published: October 23, 2021, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading