પંજાબથી લઈને જામનગર સુધી કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ! જાણો શું છે સમગ્ર મામલો


Updated: September 28, 2021, 4:08 PM IST
પંજાબથી લઈને જામનગર સુધી કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ! જાણો શું છે સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

Crisis in Congress: જામનગરમાં કોંગ્રેસે કેમ ખેડૂતના સમર્થનમાં વિરોધનો કાર્યક્રમ મૂલતવી રાખ્યો ? અનેક તર્ક વિતર્ક સર્જાયા

  • Share this:
ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) આંતરિક કલેહની (Groupism in Gujarat Congress) વાત કોઇ નવી નથી, છાસવારે પક્ષમાં જૂથવાદ સામે આવતો રહ્યો છે. દરેક ચૂંટણીમાં ઉત્તમ પરિણામોની આશા રાખતા કોંગ્રેસના નેતાઓએ વિચારવું જોઇએ કે ચૂંટણી પહેલા તેમના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ કેટલા સક્રિય હતા. કેવા કેવા કાર્યક્રમો કર્યા હતા. આ વાત એટલા માટે કરવાની ફરજ પડી રહી છે કારણ કે જામનગરમાં કોંગ્રેસ  (Jamnagar Congress)દ્વારા ખેડૂતોના હિતમાં ભારત બંધ (Bharat Bandh)નો રાષ્ટ્રિય લેવલનો એક દેખાવના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેને સ્થાનિક લેવલના નેતાઓએ સાવ નિરસ બનાવી દીધો. ગુજરાતમાં (Gujarat Rains)  હાલ વરસાદી વાતાવરણ છે પરંતુ દેખાવ કરવો હોય તો તડકો છાયો ન જોવાનું હોય ને !. જામનગર જેવા મોટા જિલ્લામાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ વરસાદનું બહાનું આગળ ધરી કાર્યક્રમ જ ન યોજ્યો.

કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સમર્થનમાં કાલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પરંતુ જામનગર જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ વરસાદનું બહાનું આગળ ધરીને કાર્યક્રમ જ રદ્દ કરી દીધો. અચાનક કાર્યક્રમ રદ્દ થતા વાત ચર્ચાનું કારણ બની છે. કેટલાક લોકોનું કહેવું છે કે સ્થાનિક કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ નેતાઓ વચ્ચે કોમેન્ટ બાજી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો થઇ રહ્યાં છે.

જામનગરમાં તાજેતરમાં જ કોંગ્રેસના જામનગરના પૂર્વ સાંસદ અને હાલના જામ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. જેમાં કોરોના ને લઈને સરકાર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં પણ ખાસ જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા એ આયોજનમાં અને પત્રકારોને ભૂલ્યા હતા તેમાં પણ કોંગ્રેસનો આંતરિક કલેહ બહાર ન આવે તે હેતુસર પત્રકારોને આમંત્રણ માં પણ રાજકારણ જોવા મળ્યું હતું.

તો ફરી કાલે પણ જિલ્લા કોંગ્રેસના કાર્યક્રમમાં અગાઉ આયોજન અને બાદમાં વરસાદ ને આગળ ધરી કોઈ કાર્યક્રમ ન કર્યો હતો. તો બીજી તરફ કાલાવડ અને લાલપુર તાલુકા મથકે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ કાર્યક્રમ માટે એકત્ર થયા હતા પરંતુ પોલીસે કોઈ કાર્યક્રમ આપે તે પહેલાં જ અટકાયત કરી હતી કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી કાર્યક્રમોના માધ્યમથી કોંગ્રેસ લોકો વચ્ચે પહોંચવામાં ક્યાંકને ક્યાંક થાપ ખાઈ જાય છે.

અધૂરામાં પૂરું વાત કરવામાં આવે તો લોક સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસના નેતાઓ ઘણા પાછળ હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ 13 સપ્ટેમ્બરે ભારે વરસાદને લઇને જામનગરના વોર્ડ નંબર 2 માં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં તારાજી સર્જાઇ હતી પરંતુ આ વિસ્તારમાં કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા તાજેતરમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી લડયા હતા. પરંતુ ચૂંટણી હાર્યા બાદ તે વિસ્તારમાં ડોકાયા જ ન હતા. જેથી કોંગ્રેસનો આંતરિક કલેહ હવે સપાટી ઉપર આવી રહ્યો છે. ત્યારે પ્રદેશ નેતાગીરીની પણ સ્થાનિક કક્ષાએ ચાલતી ટાટીયા ખેચ ને કાબુ કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે.
Published by: Jay Mishra
First published: September 28, 2021, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading