જામનગરઃ હિન્દુઓ પર અત્યાચાર મામલે આતંકવાદનું પૂતળું દહન કરી વિરોધ કરાયો


Updated: October 20, 2021, 10:17 PM IST
જામનગરઃ હિન્દુઓ પર અત્યાચાર મામલે આતંકવાદનું પૂતળું દહન કરી વિરોધ કરાયો
જામનગરઃ હિન્દુઓ પર અત્યાચાર મામલે આતંકવાદનું પૂતળું દહન કરી વિરોધ કરાયો

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ક્લેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું

  • Share this:
જામનગરઃ છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓ પર અત્યાચારની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરમાં મંદિરો અને હિન્દુ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ક્લેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું જેમાં માગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સરકાર પર દબાણ કરવામાં આવે અને હિન્દુઓ પર થતા અત્યાચારો બંધ કરવામાં આવે અને આ મુદ્દે કડક પગલા લેવામાં આવે.

જામનગર શહેરમાં આવેલા હવાઇ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના હોદ્દેદારો દ્વારા આતંદવાદનું પૂતળું દહવ કરવામાં આવ્યું હતું. એટલુ જ નહીં ક્લેક્ટર કચેરી ખાતે ભારત માતા કી જય અને જય શ્રી રામ તથા બજરંગબલી કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. સાથે જ ક્લેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન દ્વારા માગણી કરવામાં આવી છે કે છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુ સમુદાય અને મંદિરો પર હુમલા કરવાની ઘટનામાં વધારો થયો છે.

ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સરકાર પર દબાણ કરવામાં આવે અને હિન્દુઓ પર થતા અત્યારચાર અટકાવવામાં આવે. એટલુ જ નહીં જમ્મુ કાશ્મીરમાં હિંસા વધી જતા ત્યા વસવાટ કરતાં હિન્દુ પરિવારો હિજરત કરવા મજબૂર બન્યા છે ત્યારે યોગ્ય પગલા લઇને તેમની હિજરત કરતાં અટકાવવામાં આવે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવી બહુચર માતાના મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા

અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના કમિલ્લા જિલ્લામાં દુર્ગાપુજા વખતે એક પંડાલમાં કુરાનનું અપમાન થયું હોવાની અફવા ફેલાઇ હતી. સોશિયલ મીડિયા મારફતે આ અફવા વાયુગતીએ ફેલાઇ જતા સમગ્ર દેશમાં કોમી હિંસા ફેલાઇ હતી. આ અફવા બાદથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમુદાયના લોકો પર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે તથા તેમના ઘર સળગાવવા જેવી ઘટનાઓ બની રહી છે.
Published by: kuldipsinh barot
First published: October 20, 2021, 10:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading