જામનગરના S.Pએ PI અને PSI ને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ, કેમ કર્યા સસ્પેન્ડ?


Updated: June 19, 2021, 11:53 PM IST
જામનગરના S.Pએ PI અને PSI ને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ, કેમ કર્યા સસ્પેન્ડ?
જામનગર પોલીસ

જામનગરના જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI અને PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે

  • Share this:
કિંજલ કારસરીયા, જામનગર : સીટી સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા તેમજ પી.એસ.આઇ. કે.સી. વાઘેલાને જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેની પાછળ કોલસા પ્રકરણની નોંધાયેલી ફરિયાદ પછી સુપરવિઝનમાં બેદરકારી દાખવવા અંગેના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ગેરરીતિઓ ચાલી રહ્યાની વાતો ઉપરાંત તાજેતરમાં જ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીએ વાયરલ કરેલા વીડિયોમાં પોલીસને જ મણ-મણની ગાળો-અપશબ્દો આપવાની ઘટનાના પણ ઘેરા પડઘા પડ્યા હતા.

ત્યારે એકાએક જ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુખ્ય અમલદાર પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરવાના જિલ્લા પોલીસ વડાના આ પગલા થી જામનગરના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર ગોંડલીયા તેમજ ઇન્વેસ્ટિગેશન વિભાગના પી.એસ.આઇ. કે. સી. વાઘેલા ને શનિવારે જ જામનગરના જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.અને તાત્કાલિક અસરથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એલ ગાધેને સીટી-સી ડિવિઝન પોલીસ મથકનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

એસ.પી. દિપેન ભદ્રન


SP દિપેન ભદ્રનના આ પગલાને લઇ ને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં કોલસા પ્રકરણની આજથી એક મહિના પહેલા ફરિયાદ નોંધાવાઈ હતી. તે ફરિયાદની તપાસ ના પ્રકરણમાં પી. આઇ. દ્વારા નબળૂ સુપરવિઝન કરવામાં આવ્યું હોવાનું અને બેદરકારી દાખવવામાં આવી હતી. તેવા કારણોસર આ પગલું લેવાયું છે. તો આ સમગ્ર મામલે તપાસ પીએસઆઇ કે સી. વાઘેલા કરી રહ્યા હતા.
Published by: kiran mehta
First published: June 19, 2021, 11:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading