જામનગરમાં સીઝનનો 106 ટકા વરસાદ નોંધાયો, 23 જળાશયો છલકાયાં,બાર મહિના સુધી પાણીની તંગી નહીં સર્જાય


Updated: September 20, 2021, 5:18 PM IST
જામનગરમાં સીઝનનો 106 ટકા વરસાદ નોંધાયો, 23 જળાશયો છલકાયાં,બાર મહિના સુધી પાણીની તંગી નહીં સર્જાય
Jamnagar News : હાલારમાં મેઘરાજાએ એવો ચમત્કાર કર્યો કે એક દિવસમાં જ સીઝનનો અધધ...ટકા વરસાદ નોંધાયો

Jamnagar News : હાલારમાં મેઘરાજાએ એવો ચમત્કાર કર્યો કે એક દિવસમાં જ સીઝનનો અધધ...ટકા વરસાદ નોંધાયો

  • Share this:
જામનગર: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં (Gujarat Rains)  ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મેઘરાજા સૌરાષ્ટ્ર (Saurashtra Rains) પર ભારે મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક જ અઠવાડિયામાં સૌરાષ્ટ્રના તમામ જળાશયો (Dams OverFlows) છલકાઇ ગયા છે. તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ખાસ કરીને હાલાર પંથકમાં મેઘરાજાએ એવો હેત વરસાવ્યો કે તમામ નદી-નાળા ચેકડેમ છલોછલ ભરી દીધા છે. હાલારમાં એક સપ્તાહમાં  (Jamangar Rains) એટલો વરસાદ પડ્યો કે સીઝનનો સરેરાશ 107 ટકા વરસાદ પડી ગયો છે.

જામનગર જિલ્લામાં એક સમયે દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં હતા. ચોમાસુ સીઝન પૂર્ણતાને આવી ગઇ ત્યાં સુધીમાં માત્ર 34 ટકા જ વરસાદ નોંધાયો હતો. નદી-ચેકડેમ અને ડેમોના તળિયા દેખાવા લાગ્યા હતા. ધરતીપુત્રો આ વર્ષ નિષ્ફળ જ ગયું હોય એવું વિચારીને માથે હાથ દઇને રડવાની તૈયારી કરી રહ્યાં હતા પરંતુ અચાનક વરુણ દેવતા રાજી થઇ ગયા અને ભાદરવામાં મેઘસવારી આવી પહોંચી. એક બે દિવસમાં એટલો વરસાદ પડ્યો કે ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું. એક જ રાતમાં સરેરાશ 12થી 20 ઇંચ વરસાદ પડી ગયો.

ચાલુ વર્ષે જામનગરમાં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં શહેરમાં 533 મીમી એટલે કે 22 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય જો જામનગરના તાલુકામાં નોંધાયેલા વરસાદ પર નજર કરીએ તો કાલાવડમાં 181.55 ટકા, જામજોધપુરમાં 97.77 ટકા, જોડિયામાં 98.26 ટકા, ધ્રોલમાં 116 ટકા અને લાલપુરમાં 88.28 ટકા વરસાદ નોંધાયો છે.

આ સિવાય જિલ્લાના જળાશયોની વાત કરીએ તો જિલ્લામાં કુલ 25 જળાશયો આવેલા છે જેમાંથી હાલ માત્ર બે ડેમ જ છલકાવવાના બાકી છે જેમાં ડાઇમિણસાર અને વનાણાં ડેમનો સમાવેશ થાય છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં તમામ જળશયો મળીને કુલ 10,410 મી. ક્યુસેક ફૂટ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. આટલો પાણીનો જથ્થો એક અંદાજ પ્રમાણે એક વર્ષ સુધી ચાલે તેટલો છે.
Published by: Jay Mishra
First published: September 20, 2021, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading