Jamnagar: આ વ્યક્તિને જોઈને તુરંત નાચવા લાગે છે મોર, 300થી વધુ મોરને કર્યા મોટા  


Updated: January 24, 2022, 8:45 PM IST
Jamnagar: આ વ્યક્તિને જોઈને તુરંત નાચવા લાગે છે મોર, 300થી વધુ મોરને કર્યા મોટા  
જામનગરના આ વ્યક્તિને જોઈને તુરંત નાચવા લાગે છે મોર, 300થી વધુ મોરને કર્યા મોટા !

માણસ (Human)અને પક્ષી (bird) વચ્ચેના સબંધોની તમે અનેક વાત સાંભળી હશે, પરંતુ જામનગર (Jamnagar)ના ફિરોજભાઈ અને મોર (Peacock)ના આ પ્રેમ વિશે જાણી તમને જરૂર આનંદ થશે, ફિરોજભાઈ (Firojbhai)છેલ્લા 24 વર્ષથી મોરની દેખરેખ કરે છે.

  • Share this:
સંજય વાઘેલા, જામનગર: માણસ (Human)અને પક્ષી (bird) વચ્ચેના સબંધોની તમે અનેક વાત સાંભળી હશે, પરંતુ જામનગર (Jamnagar)ના ફિરોજભાઈ અને મોર (Peacock)ના આ પ્રેમ વિશે જાણી તમને જરૂર આનંદ થશે, ફિરોજભાઈ (Firojbhai)છેલ્લા 24 વર્ષથી મોરની દેખરેખ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ 300થી વધુ મોરને મોટા કર્યા છે. ફિરોજભાઈને જોઈને આ મોર પણ કળા કરી નાચવા (Dance)મંડે છે.

જામનગરમાં રેલવે સ્ટેશન નજીક એક બંધ ફેક્ટરી આવેલી છે. વર્ષો પહેલા સરકારે બ્રકબોર્ન કંપનીને જમીન લીઝ પર આપી હતી, કંપની દ્વારા ફેક્ટરીની આસપાસ અનેક વૃક્ષો વાવવા અને તેનું જતન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન અહીં ચારથી પાંચ મોર રહેતા હતા, એ સમયે ફિરોજભાઈ બાળપણમાં પિતાની સાથે અહીં આવતા અને મોરને ચણ ખવડાવતા હતા, ત્યારબાદ કોન્ટ્રાક્ટ પુર્ણ થતા ફેક્ટરી બંધ પડી, જો કે ત્યાં વૃક્ષો વિશાળ થઇ જતા જંગલ જેવું વાતાવરણ બની ગયું.

આ પણ વાંચો: GPSCના ચેરમેન દિનેશ દાસા પદ પરથી વિદાય લેશે, UPSCમા મેમ્બર સેક્રેટેરી થવાનું પાક્કું?

વાતાવરણ માફક આવી જતા ધીમે ધીમે મોરની સંખ્યામાં વધારો થતો ગયો અને આ ફેક્ટરીની આસપાસની જગ્યા મોરનું ઘર બની ગયું. આ દરમ્યાન ફિરોજભાઈ પણ બાળપણથી પિતા સાથે શરુ થયેલો નિત્ય ક્રમ કે મોરને ચણ નાખવાનો નિત્ય ક્રમ ચાલુ રાખ્યો, આજે છેલ્લા 25 વર્ષથી ફિરોજભાઈ દરરોજ ચણ નાખવા આવે છે. ફિરોજભાઈનું કહેવું છે કે પક્ષીઓ પ્રત્યે તેઓને બાળપણથી જ લગાવ હતો, તેઓ પક્ષીઓ માટે માળા, ચણ વગેરેની વ્યવસ્થા કરે છે, આ કામમાં તેમના મિત્રો પણ મદદ કરે છે.

આ પણ વાંચો: જામનગરઃ સાસુએ વરરાજાનું એવું 'નાક' દબાવ્યું કે જાન લીલાં તોરણે પાછી ગઇ !

ફિરોજભાઈનું કહેવું છે કે આજે આ ફેક્ટરી આસપાસનો વિસ્તાર વિરાન બની ગયો છે અને અહીં જંગલ જેવું વાતાવરણ બની ગયું છે, શહેરની વચ્ચે શુમસામ વિસ્તાર હોવાને કારણે અસામાજિક પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. અસામાજિક તત્વોના ખોટી રીતે રંજાડને કારણે અહીં રહેતા મોર પણ ડરી ગયાં છે અને છુટા છુટા રહે છે.
Published by: kuldipsinh barot
First published: January 24, 2022, 8:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading