Jamnagar: સાસુએ વરરાજાનું એવું 'નાક' દબાવ્યું કે જાન લીલાં તોરણે પાછી ગઇ !
Updated: January 24, 2022, 3:33 PM IST
જામનગરઃ સાસુએ વરરાજાનું એવું નાક દબાવ્યું કે જાન લીલાં તોરણે પાછી ગઇ !
જામનગરઃ ઉત્તરાયણ બાદ કમુર્તા હટતાં જ શુભ મુહુર્તમાં લગ્ન સમારોહ યોજાવાની શરૂઆત થઇ છે. આ વખતે કોરોનાની ત્રીજી લહેરના કારણે કેટલાક પ્?
જામનગરઃ ઉત્તરાયણ બાદ કમુર્તા હટતાં જ શુભ મુહુર્તમાં લગ્ન (Marriage )સમારોહ યોજાવાની શરૂઆત થઇ છે. આ વખતે કોરોના (corona)ની ત્રીજી લહેરના કારણે કેટલાક પ્રતિબંધો હોવા છતા લોકોએ શુભ મુહુર્તમાં પ્રસંગ પતાવી દેવાનું વિચારી રહ્યાં છે. દરરોજ મોટી સંખ્યામાં લગ્નો યોજાઇ રહ્યાં છે. લગ્ન એટલે બે પરિવાર (Family) વચ્ચેના સંબંધોની શરૂઆત, પરંતુ જામનગર (Jamnagar)માં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને થોડીવાર માટે તો તમે વિચારતા થઇ જશો. લગ્નના હશીખુશીના માહોલમાં વર-વધુ પક્ષે નાની-મોટી હસી મજાક તો થતી રહે છે, પરંતુ આ કિસ્સામાં બંને પક્ષના લોકો નાની અમથી બાબતમાં બાખડી પડ્યા હતા અને સ્થિતિ ત્યાં સુધી વણસી ગઇ કે કન્યા (Bride)એ લગ્ન માટે મનાઇ કરી દીધી અને જાન લીલા તોરણે પરત ફરી ગઇ. શહેરમાં લીમડાલાઇન વિસ્તારમાં રહેતો યુવક જે અમેરિકા (America)1માં સ્થાઇ થયો હતો, તે અને શહેરમાં જ રહેતી એક યુવતી, જે બન્ને વચ્ચે પ્રેમ થયા પછી પરિવારોની સંમતિથી લગ્નગ્રંથીથી જોડાવાના હતા. પરંતુ લગ્ન સમારોહ દરમિયાન વિધિ દરમિયાન કન્યાની માતા (Mother)એ વરરાજા (Groom)નું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા પછી કન્યાએ લગ્નની મનાઇ કરી દીધી.
શું છે સમગ્ર મામલો ?
જામનગરમાં ભારે ચર્ચાનો વિષય બનાલા આ બનાવની વિગત એવી છે કે શહેરમાં આવેલા લીમડાલેન વિસ્તારમાં રહેતા યુવકને જામનગરમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ થયો. યુવક અમેરિકામાં સ્થાઇ છે. બાદમાં યુવક-યુવતીએ લગ્ન માટે પરિવારજનોને પણ મનાવી લીધા અને 20 તારીખે શુભ મુહુર્તમાં લગ્ન નક્કી થયા. આ લગ્ન સમારોહ જામનગરની મધ્યમાં આવેલી એક હોટેલમાં યોજાઇ રહ્યો હતો આ દરમિયાન વર્ષોથી ચાલી આવતી સાસુ-જમાઇની નાક ખેંચવાની પરંપરાનું આ લગ્ન સમારોહમાં પાલન થયું. જો કે આ પ્રસંગમાં ભાવી સાસુમા અને વરના કાકા વચ્ચે તકરાર જામી પડી અને વાત વધુ વણસી ગઇ. છેલ્લે સ્થિતિ એટલે સુધી બગડી ગઇ કે કન્યા દ્વારા જ લગ્નની મનાઇ કરી દેવામાં આવી. બન્યું એવું કે જાનૈયા લીલા તોરણે વીલા મોઢે પરત ફરવું પડ્યું.
આ પણ વાંચો: Ahmedabad crime news: પ્રેમ સબંધમાં પ્રેમિકાના પિતાએ ધાકધમકી આપતા સગીરે કરી આત્મહત્યા
વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સાસુમા દ્વારા જ્યારે વરરાજાને પોખવામાં આવે ત્યારે નાખ પકડી હળવી રમુજ કરવાનો રિવાજ છે. પરંતુ સાસુમા દ્વારા નાક પકડવા મુદ્દે લગ્ન ફોક થયાની આવી ઘટના પહેલીવાર બનતા ભારે ચર્ચા જાગી છે. બીજી બાજુ લગ્ન સમારોહ દરમિયાન જમણવારનું ભોજન હોટલમાં જ પડ્યું રહ્યું હતું અને કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી તમામ ગિફ્ટ પરત મોકલી દીધી હતી.
Published by:
kuldipsinh barot
First published:
January 24, 2022, 3:33 PM IST