Jamnagar Weathers: જામનગરમાં આજે 3 કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાશે, જાણો આજનું હવામાન


Updated: January 19, 2022, 4:56 PM IST
Jamnagar Weathers: જામનગરમાં આજે 3 કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાશે, જાણો આજનું હવામાન
જામનગરમાં આજે 3 કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાશે,  જાણો આજનું હવામાન

બુધવારે લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી રહેશે તેવું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે રેકોર્ડબ્રેક 10.2 રહ્યું હતું એટ

  • Share this:
જામનગર: ફરી એકવાર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ વખતે આગામી 21 જાન્યુઆરીની આસપાસ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે માવઠા પહેલા ઠંડીમાં નોંધપત્ર ઘટાડો થયો છે. બુધવારે લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી રહેશે તેવું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે રેકોર્ડબ્રેક 10.2 રહ્યું હતું એટલું જ નહીં ઠંડીની સાથે સાથે 7 કિમી પ્રતી કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. જો કે હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો હોવાથી ઠંડીમાં ઘણી રાહત જોવા મળી શકે છે.

આજે કેવું રહેશે હવામાન ?

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી જાણવવામાં આવ્યું છે કે આજે જામનગરમાં લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી રહેશે, મહત્તમ 28.5 ડિગ્રી હશે, તો હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા રહેવાનો અંદાજ છે. આજે પવનની ગતિ 3 કિમી પ્રતી કલાકની ઝડપે રહેશે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ લઘુતમ તાપમાન નીચું તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધુ.

કોલ્ડ વેવમાં ઠુંઠવાયુ જામનગર

ઠંડીની સાથે સાથે 7.3 કિમી પ્રતી કલાકની ઝડપે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકાયો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ જોવા મળી રહી હતી. જામનગરમાં છેલ્લા એક જ સપ્તાહમાં હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા, ખાસ કરીને માવઠા બાદથી એકદમ જ હાડથીજવતી ઠંડી પાડવા લાગી હતી. માત્ર એક જ સાપ્તાહમાં લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો ગગડી ગયો હતો. જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મોતમાં સહાયના દાવા અને આંકડા વચ્ચે છે જબ્બર તફાવતભરશિયાળે વરસાદી માહોલ સર્જયા બાદ ફરી અચાનક ઠંડીએ જોર પકડ્યુ હતું. માત્ર એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 16થી 10 સુધી પહોંચી ગયો હતો. એક જ દિવસમાં આટલા ડિગ્રી તાપમાન નોંધાતા હાડથીજવતી ઠંડી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ભર શિયાળે અષાઢી વાતાવરણ સર્જાયું હતું. જામનગરમાં સતત બે દિવસ સુધી કમોશમી વરસાદ પડ્યો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવીત થયું હતું. લોકો મૂંઝવણમાં મુકાયા હતા કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો. તો ખેડૂતોની તો દશા બેઠી છે.

આ પણ વાંચો: વલસાડ: વાલીઓને ચેતજો! બાળકોએ ઘર-ઘર રમતાં રમતાં કર્યું એવું કામ કે, દોડવું પડ્યું હોસ્પિટલ

વરસાદથી રવિ પાકને નુકશાન

પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થવાનો અંદાજ છે. ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, આ વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે. ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.
Published by: kuldipsinh barot
First published: January 19, 2022, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading