Jamnagar: નવા નોંધાયેલા યુવા મતદારો તેના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના જવાબદાર નાગરિકો બને


Updated: January 26, 2022, 8:21 PM IST
Jamnagar: નવા નોંધાયેલા યુવા મતદારો તેના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના જવાબદાર નાગરિકો બને
નવા નોંધાયેલા યુવા મતદારો તેના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના જવાબદાર

જામનગર(Jamnagar) જિલ્લા કલેક્ટર (Collector)કચેરી ખાતેના સભાખંડમાં કોમોડોર ગૌતમ મારવાહા, (Gautam Marvah)કમાન્ડીંગ ઓફીસર, આઈ.એન.એસ.(INS) વાલસુરાની અધ્યક્ષતામાં 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની (National voter day)જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

  • Share this:
જામનગર: જામનગર(Jamnagar) જિલ્લા કલેક્ટર (Collector)કચેરી ખાતેના સભાખંડમાં કોમોડોર ગૌતમ મારવાહા, (Gautam Marvah)કમાન્ડીંગ ઓફીસર, આઈ.એન.એસ.(INS) વાલસુરાની અધ્યક્ષતામાં 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની (National voter day)જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રેરક પ્રવચન કરતા કોમોડોર ગૌતમ મારવાહાએ જણાવ્યુ કે, ભારત(India)ની લોકશાહીને વિશ્વની સૌથી મોટી અને સૌથી સફળ લોકશાહી છે અને તેના માટે જવાબદાર તમામ પરિબળોમાં સૌથી વધુ શ્રેય આપણા ભારતીય ચૂંટણી પંચને જાય છે. તેમજ નવા નોંધાયેલા યુવા મતદારો અપિલ કરી કે તેઓ તેમને મળેલા મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના જવાબદાર નાગરિકો બને. તેમજ ઇલેક્શનની કામગીરીમાં સહભાગી થનાર દરેક કર્મચારીને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે કલેકટર ડૉ.સૌરભ પારધીએ ભારતીય ચૂંટણી પંચની કામગીરી તથા આજના આધુનિક યુગમાં અલગ અલગ ચૂંટણી પ્રક્રિયા માટે બનાવવામાં આવેલ વિવિધ એપ્લિકેશન્સની માહિતી આપી. જણાવ્યું હતું કે, ગત ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨માં કુલ ૭૭,૦૦૦ ફોર્મસ મળેલા હતા જે પૈકી ઓફલાઈન કરતા ઓનલાઈન માધ્યમોથી વધુ ફોર્મસ મળ્યા હતા, જેમાં nvsp.in, voterportal.eci.gov.in તથા VOTER HELPLINE એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત ઓનલાઈન અરજીઓ મળેલી હતી. ખાસ તો આ વખતના રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ એટલે કે 'ચૂંટણી વ્યવસ્થાપન મંત્ર, સમાવિષ્ટ, સુગમ અને સહભાગી' જે મુજબ તમામ ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગના લોકોને સમાવિષ્ટ કરી, સહભાગી બનાવી સુગમતાથી તમામ પ્રક્રિયા થાય એ માટે જ વ્યવસ્થાપન તંત્રનો એકમાત્ર પ્રયાસ રહે છે.

આ પણ વાંચો: આકાશમાં ટ્રાફિક જામ! અમદાવાદ એરપોર્ટના આકાશમાં એક સાથે 8 ફ્લાઇટ ભેગી થઇ ગઈ

કાર્યક્રમમાં નવા મતદારોનું તથા ચૂંટણીલક્ષી કામગીરી સારી કરનાર કર્મીઓનું પણ સન્માન કરાયું હતું. ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે જામનગર મ્યુનિસીપલ કમિશ્નર વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર એમ.એ.પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તેમજ નહેરુ યુવા કેન્દ્ર, એન.સી.સી., એન.એસ.એસ.ના સ્વયંસેવકો, જિલ્લાના તમામ તલાટી મંત્રી તથા પ્રાથમિક શિક્ષકો, સાથી મંડળોના સભ્યો તેમજ જાગૃત નાગરિકો ફેસબુક લાઈવ તથા યુ-ટયુબ લાઈવ માધ્યમોથી ઓનલાઈન જોડાયા હતા
Published by: kuldipsinh barot
First published: January 26, 2022, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading