જુનાગઢમાં અંધ બહેનો માટે ચેસ અને ગીત સ્પર્ધા યોજાઈ, કુલ 110 બહેનોએ ભાગ લીધો, જુઓ વિડીયો


Updated: September 27, 2021, 11:47 AM IST
જુનાગઢમાં અંધ બહેનો માટે ચેસ અને ગીત સ્પર્ધા યોજાઈ, કુલ 110 બહેનોએ ભાગ લીધો, જુઓ વિડીયો
competition was held for the blind sisters

જૂનાગઢમાં (Junagadh News)કાર્યરત અંધ કન્યા છાત્રાલય (Blind School Junagadh) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંધ કન્યાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 110 બહેનોએ ભાગ લીધો છે.

  • Share this:
જૂનાગઢમાં  (Junagadh News) છેલ્લાં કેટલાંય વર્ષોથી કાર્યરત સંસ્થા એટલે કે શ્રી પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળ-જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ ખાતે ગત તારીખ 25 અને 26 ના રોજ સાડી પરિધાન સ્પર્ધા, એનરોઇડ મોબાઈલ સ્પર્ધા, ગુજરાતી લગ્નગીત સ્પર્ધા, ગુજરાતી-હિન્દી ફિલ્મીગીત સ્પર્ધા, ચેસ સ્પર્ધા સહિતની કુલ 7 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રેઇલ લિપીના શોધક લુઇ બ્રેઇલના જન્મ દિવસ અને અંધ કન્યા છાત્રાલય સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતના વિવિધ સ્થળો જેવાકે; અમદાવાદ, રાણીપ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ વગેરે જગ્યાએથી આવેલાં 110 જેટલા અંધ બહેનોએ હોંશેભેર આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. આ તકે સંસ્થાના ટ્રસ્ટી શાંતાબેનને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી કરી શાંતાબેનનું સન્માન કરવામાં આવ્યું.

અંધ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓના સાક્ષી બનવા માટે જિલ્લા ન્યાયાધીશ રિઝવાના બુખારી, મહાદેવ ભારતી બાપુ સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી અંધ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા થયેલ બહેનોમાં પ્રથમ નંબરને ₹3000, દ્વિતીયને ₹2100 અને તૃતીય નંબરને ₹1100 નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર દીકરીઓને દાતાઓ તરફથી જીવનજરૂરી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી.
Published by: Margi Pandya
First published: September 27, 2021, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading