જૂનાગઢ : કેમ્બ્રિજ સોસાયટી બની ગંદકીનો ગઢ! જુઓ મહિલાઓ લગાવી રહી છે હાય..હાય..ના નારા


Updated: September 28, 2021, 3:49 PM IST
જૂનાગઢ : કેમ્બ્રિજ સોસાયટી બની ગંદકીનો ગઢ! જુઓ મહિલાઓ લગાવી રહી છે હાય..હાય..ના નારા
Cambridge Society Women

Junagadh News : જૂનાગઢની નવી આરટીઓ કચેરી પાસે આવેલ કેમ્બ્રિજ સોસાયટી વિસ્તારમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય છવાયું છે, જાણો શું છે સમસ્યા

  • Share this:
Junagadh News :  જૂનાગઢ (Junagadh) શહેરમાં એક સમસ્યાનો અંત આવે, ત્યાં બીજી અનેક સમસ્યાઓ ઉભી થતી જોવા મળે છે! જૂનાગઢની નવી આરટીઓ (Junagadh RTO) કચેરી પાસે આવેલ વોર્ડ નંબર-2 ની પરિસ્થિતિ જોઈને સૌ કોઈ મોઢામાં આંગળા નાખી ગયું છે! ત્યારે અહીંના સ્થાનિકો છેલ્લાં છ મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

વોર્ડ નંબર-2 માં આવેલ કેમ્બ્રિજ સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાથી સ્થાનિક મહિલાઓએ હાય હાયના નારા લગાવ્યા હતા. નવી આરટીઓ કચેરી પાસે આવેલ કેમ્બ્રિજ સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી લોકો ગંદકીના સામ્રાજ્યમાં પોતાનું જીવન ગુજારી રહ્યાં છે, આ વિસ્તારમાં રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે, જ્યારે વરસાદનું અને ગટરનું પાણી ઘરમાં ઘુસી જતા હોવાની ફરિયાદો ઉઠી છે.

જ્યારે સ્થાનિક કોર્પોરેટરો પણ આ બાબતે કોઈપણ પ્રકારનું ધ્યાન ન દેતા હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. હાલમાં આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય એટલી હદે ફેલાયું છે કે, તે રોગચાળો ફેલાવી રહ્યું છે. જીવજંતુઓનો ઉપદ્રવ વધતા નાના બાળકો બીમાર પડી રહ્યાં છે. છેલ્લાં છ મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહેલ સ્થાનિક લોકોએ મીડિયા સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે. સ્થાનિક મહિલાઓએ કેમેરા સામે નગરપાલિકા હાય...હાય...એવા નારા લગાવ્યા, જ્યારે આગામી દિવસોમાં આ વિસ્તારની સમસ્યા દૂર નહીં થાય તો, મહિલાઓ દ્વારા મનપા કચેરી ખાતે ઉગ્ર આંદોલન થશે, તેવી ચીમકી પાઠવવામાં આવી છે.
Published by: Jay Mishra
First published: September 28, 2021, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading