જૂનાગઢ : LPGનો ‘છોટૂ બાટલો’ હવે પેટ્રોલ પંપ પરથી મળશે, કોઈપણ જગ્યાએથી કરાવી શકાશે રિફીલ


Updated: August 1, 2021, 4:17 PM IST
જૂનાગઢ : LPGનો ‘છોટૂ બાટલો’ હવે પેટ્રોલ પંપ પરથી મળશે, કોઈપણ જગ્યાએથી કરાવી શકાશે રિફીલ
હવે પેટ્રોલ પંપ પરથી મળશે ‘છોટુ બાટલો’, જેને કોઈપણ જગ્યાએથી રીફિલ કરી શકાશે

હવે જૂનાગઢના કોઈપણ આઈઓસી એજન્સી અને આઈઓસી પેટ્રોલપંપ ઉપરથી તમે છોટુ બાટલો મેળવી શકશો, જેના માટે તમારે માત્ર આટલું જ કરવું પડશે, પણ ફા?

  • Share this:
જૂનાગઢના (Junagadh) માર્કેટમાં હવે છોટુ બાટલો (Small LPG) આસાનીથી મળી શકે એ માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે છોટુ બાટલો 5 કિલોગ્રામ માં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. આ ગેસનો (Gas Bottle) બાટલો મેળવવા તમારે કોઈપણ પ્રકારના એડ્રેસ પ્રૂફ જે એડવાન્સ બૂકિંગ ની જરૂર નહીં રહે.

આ વિશે વધુ વાત કરતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદરના સેલ્સ ઓફિસર મનોજભાઇ લખવાણીએ જણાવ્યું કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા માત્ર પાંચ કિલોગ્રામ નો છોટુ બાટલો (LPG Cylinder) બજારમાં ઉતારવામાં આવ્યો છે. જેની વિશેષતા એ છે કે, તેને તમે પૉર્ટેબલ વસ્તુની જેમ સાથે હેરફેર કરી શકો છો. જેના માટે તમારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડતી નથી. કોઈપણ પ્રકારના એડ્રેસ પ્રૂફ કે એડવાન્સ બૂકિંગ વગર તમે આ છોટુ બાટલો મેળવી શકશો.

આ છોટુ બાટલો જૂનાગઢની આઇઓસીની ગેસની એજન્સી ઉપરાંત આઇઓસીના પેટ્રોલ પમ્પ પરથી પણ મળી શકશે. હાલમાં આ બાટલાની કિંમત રૂ.1,436 છે, જેમાં રૂ.1,000 ડિપોઝીટ તરીકે અને રૂ.436 રિફીલીંગ ચાર્જ માટે લેવામાં આવે છે. આ ભાવ હંમેશા માટે ફિક્સ નથી! તમે ઇચ્છો ત્યાં સુધી આ છોટુ બાટલાનો વપરાશ કરીને જ્યારે જરૂરત ન હોય ત્યારે તેને પરત કરતાં સમયે તમે અગાઉ જમા કરાવેલી રૂ.1,000 ડિપોઝીટ પરત મળે છે.

આઈઓસી ના આ છોટુ બાટલાને તમે કોઈપણ જગ્યાએથી રીફિલિંગ કરાવી શકો છો, માટે જો તમે ભાડેથી રહેતા હોય કે, અવારનવાર પ્રવાસ કરતાં હોય કે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હોય તો, આ વહોતું બાટલો તમને ખુબજ મદદરૂપ થવાનો છે. બાટલો એટલો નાનો છે કે, તેને સરળતાથી હેરફેર કરી શકો છો. જે રેગ્યુલર ગેસ સિલિન્ડર મંગાવે છે, તે પણ આ છોટુ બાટલો પોતાના ઘરે રાખી શકે છે.

રેગ્યુલર ગેસ સિલિન્ડર મેળવવા માટે ઘણા ડોક્યુમેન્ટ્સ આપવા પડતાં હોય છે, પરંતુ આ છોટુ બાટલો તમે કોઈ એક આઈડી પ્રૂફ આપીને મેળવી શકો છો. આઈડી પ્રૂફ માંગવાનો હેતુ એ છે કે, આ ગેસના બાટલાનો મિસયૂઝ ન થાય! જે માત્ર એકજ વખત માંગવામાં આવે છે.
First published: August 1, 2021, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading