ગિરનાર: વાદળમાં ગાયબ થઈ જતાં રોપ-વેનો Video, ખરેખર અદ્દભુત છે! તમે પણ જુઓ આ દૃશ્યો


Updated: September 22, 2021, 12:29 PM IST
ગિરનાર: વાદળમાં ગાયબ થઈ જતાં રોપ-વેનો Video, ખરેખર અદ્દભુત છે! તમે પણ જુઓ આ દૃશ્યો
Girnar Ropeway View

Girnar RopeWay Video : ચોમાસા દરમિયાન જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠે છે, આ ઉપરાંત ગિરનારની ઊંચાઈઓ સાથે વાતો કરતાં વાદળો અને તેની સુંદરતા જુઓ

  • Share this:
"ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે!" એક દુહાની આ પંક્તિમાં કહેવાયું છે કે, જૂનાગઢ (Junagadh)  નજીક આવેલો ગરવો ગઢ ગિરનાર (Girnar) એટલો બધો ઊંચો છે કે, તે વાદળોની સાથે વાતો કરે છે! આ કોઈ કલ્પના નહીં, પણ વાસ્તવિકતા છે! ખરેખર ગિરનારની (Girnar Video) ઊંચાઈએ જઈએ એટલે ગરવા ગિરનારની સાથોસાથ આપણે પણ વાદળોની દુનિયામાં ઘેરાઈ જઈએ...

ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ગિરનારની મુલાકાત એકદમ યાદગાર બની જાય છે, જેનું કારણ છે, અહીંની પ્રકૃતિના અલભ્ય દર્શન! વરસાદી વાદળો એકદમ ગિરનારને ઘેરી વળે છે, જેના કારણે પ્રાકૃતિક સૌંદર્યના અદ્દભુત દ્રશ્યો રચાય છે. એમાંય રોપવેથી સફર કરીએ તો, અનેરો આનંદ આવે!

ગિરનાર રોપ-વે યાત્રિકોને ગિરનારના અંબાજી મંદિર સુધી લઈ જાય છે, એ દરમિયાન લાગતો 8 થી 10 મિનિટ જેટલો સમયગાળો જિંદગીની યાદગાર પળ બની જાય છે! નીચેથી ઉપર તરફ પ્રયાણ કરીએ ત્યારે રોપવે જેમ ઊંચાઈ ઉપર જાય તેમ વાદળોનું પ્રમાણ વધતું જાય છે, પછી ધીમેધીમે આ રોપવેની ટ્રોલી વાદળોમાં એવી ખોવાઈ જાય છે, કે ટ્રોલીમાં બેસેલા વ્યક્તિને ઘડીભર આકાશમાં વાદળોની વચ્ચે બેઠાં હોય તેવો અનુભવ થાય છે.

જો વાતાવરણ વધુ ચોખ્ખું હોય, વાદળોનું પ્રમાણ સામાન્ય હોય તો તમને ગિરનારની ઊંચાઈએથી પડતાં ઝરણાઓમાં આહલાદક દ્રશ્યો પણ જોવા મળે! આમ સંત, સુરા અને સાવજની ધરતી કહેવાતો ગરવો ગઢ ગિરનાર સ્વર્ગથી સહેજ પણ ઓછો ઉતરે એવો નથી!
First published: September 22, 2021, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading