જુનાગઢ: 205 વર્ષ કરતાં જૂનું ગણેશ મંદિર; જ્યાં પિતા-પુત્ર બંને એકજ ગર્ભગૃહમાં પૂજાય છે!


Updated: September 18, 2021, 11:39 AM IST
જુનાગઢ: 205 વર્ષ કરતાં જૂનું ગણેશ મંદિર; જ્યાં પિતા-પુત્ર બંને એકજ ગર્ભગૃહમાં પૂજાય છે!
Ganesha Temple Nagar Road

જૂનાગઢના નાગર રોડ પર આવેલ ગણેશ ફળિયામાં ભગવાન શ્રી ગણેશનું અઢીસો વર્ષ કરતાં જૂનું મંદિર આવેલું છે, જેની વિશેષતાઓ ખુબજ રોચક છે...

  • Share this:
જુનાગઢનાં નાગર રોડ ઉપર આવેલ ગણેશ ફળીયામાં 250 વર્ષથી વધુ જુના પૌરાણિક ગણેશ મંદિર આવેલું છે, જેને શ્રી સિદ્ધ ગણેશ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

શ્રી સિદ્ધ ગણેશ મંદિરમાં બિરાજતા ગણેશજીની વિશેષતા એ છે કે, આ ગણેશજીની પ્રતિમા મંદિરની તદ્દન બાજુમાં આવેલ એક કુવામાંથી તે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. જે તે વખતે અહીં રહેતા રહેવાસીઓએ આ ગણેશજીની સ્થાપના શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરી હતી. જે પછી સમય જતાં સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને આ મંદિરનું રીનોવેશન કરીને ગણેશજીના મંદિરને એક ભવ્ય રૂપ આપ્યું. ગણેશજી જે કુવામાંથી મળી આવ્યા હતા, એ કૂવો હાલના સમયમાં ચણી લેવામાં આવ્યો છે.

જૂનાગઢની મધ્યમાં સ્થિત શ્રી સિદ્ધ ગણેશજીનું મંદિર શ્રદ્ધાળુઓમાં અનોખી આસ્થાનું કેન્દ્ર છે, દર મંગળવારે ભાવિકો શીશ ઝુકાવવા અહીં અચૂક આવે છે. દરવર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે અહીં મહાપૂજા અને મહાઆરતીનું આયોજન થાય છે. અમુક વર્ષો પહેલાં અહીં સંતવાણીના ભવ્ય કાર્યક્રમો થતાં, જેમાં ભજન રત્ન પ્રાણલાલ વ્યાસ, પદ્મશ્રી દિવાળીબેન ભીલ સહિતના નામી કલાકારો સંતવાણીના સુર રેલાવતાં, જેને સાંભળવા અકળેઠાઠ માનવમેદની અહીં ઉમટી પડતી.

આ મંદિરની અગ્રીમ વિશેષતા એ પણ છે કે; અહીં ભગવાન શિવજી અને ગણેશજી બંને એકજ ગર્ભગૃહમાં બિરાજીત થયાં છે, ત્યારે ભાવિકોને પિતા-પુત્ર બંન્ને સહિત માતા પાર્વતીજીના દર્શન પણ અહીં થાય છે, આવું ભાગ્યે જ કોઈ મંદિર હશે, જ્યાં ગર્ભગૃહમાં શિવજી અને ગણેશજી એકીસાથે બિરાજીત થઈને પૂજાતા હોય!

નવાબીકાળથી અસ્તિત્વ ધરાવતું આ મંદિર આજે પણ હયાત છે, સ્થાનિકોને કહેવા મુજબ અહીં બિરાજતા  શ્રી સિદ્ધ ગણેશજી એટલા ચમત્કારી છે, કે આજ દિન સુધી અહીં એકપણ ચોરીનો કે કોઈ અઘટિત બનાવ બન્યો નથી!

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
Published by: Margi Pandya
First published: September 18, 2021, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading