Video: જૂનાગઢ પોલીસ વડાએ માત્ર દસ જ કલાકમાં કરાવ્યું રેલવે ક્રોસિંગએ થતાં ટ્રાફિકનું સમાધાન!


Updated: October 20, 2021, 12:02 PM IST
Video: જૂનાગઢ પોલીસ વડાએ માત્ર દસ જ કલાકમાં કરાવ્યું રેલવે ક્રોસિંગએ થતાં ટ્રાફિકનું સમાધાન!
Chobari railway crossing

જૂનાગઢ ચોબારી રેલવે ક્રોસિંગ પાસે થતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ મળ્યું, જિલ્લા પોલીસ વડાએ માત્ર દસ જ કલાકમાં કરાવી મહત્વની કામગીરી

  • Share this:
જૂનાગઢ બાયપાસ (Bypass) પર આવેલ ચોબારી રેલવે ક્રોસિંગ (Railway Crossing) પર થતી ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની હતી, ત્યારે જાગૃત નાગરિક (Citizen) દ્વારા થયેલી રજૂઆતના પગલે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા (Junagadh SP) દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કર્યો, હાલમાં ચોબારી રેલવે ક્રોસિંગ પર થતી ટ્રાફિક મહદઅંશે ઓછી થઈ ગઈ છે.

જૂનાગઢના પોલીસ અધિક્ષક વડા રવી તેજા વાસમશેટ્ટી સાહેબ જૂનાગઢની પ્રજાના દરેક પ્રશ્નો સાંભળે છે અને જે કઈ પ્રશ્ન હોય તેનો તાત્કાલિક ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે, જેનો વધુ એક દાખલો સામે આવ્યો છે. એવો જ એક પ્રશ્ન જૂનાગઢ નજીકથી પસાર થતાં રાજકોટ-સોમનાથ હાઇવે પરના બાયપાસ પર સ્થિત ચોબારી રેલવે ક્રોસિંગ પર ખુબજ ટ્રાફિક થતો. આ બાબતે જિલ્લા ભાજપના આગેવાન ચંદુભાઈ મકવાણાએ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને માત્ર વોટ્સએપના માધ્યમથી સમસ્યા અંગે જાણ કરતા, આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન કરવામાં આવ્યું હતું.

ચંદુભાઈ મકવાણાએ આ અંગે વધુ વાત કરતા જણાવ્યું કે, ચોબારી રેલવે ક્રોસિંગ પાસે ખુબજ મોટા પ્રમાણમાં ટ્રાફિક થાય છે. ખાસ કરીને પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાંથી આવતાં વાહનો રાજકોટ, અમદાવાદ, સુરત તરફ જવા માટે આ હાઇવેનો ઉપયોગ કરતાં હોય છે. એટલું જ નહીં, જૂનાગઢ બાયપાસ પર અનેક ખાનગી હોસ્પિટલ અને શાળાઓ આવેલી છે, ત્યારે અનેક ઈમરજન્સી સારવાર અર્થે આવતા દર્દીઓ અને વિદ્યાર્થીઓને ચોબારી રેલવે ક્રોસિંગ પાસે થતી ટ્રાફિક સમસ્યા બાધારૂપ બનતી હોય છે.

ત્યારે તેની જાણ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને કરતાં તેઓએ પ્રત્યુત્તર રૂપે માત્ર દશ જ કલાકમાં ફાટકની બંને સાઈડ સિમેન્ટના બેરીકેટ (ડિવાઈડર) મુકાવી, જરૂરી પોલીસ સ્ટાફને ત્યાં મુકાવીને ટ્રાફિકની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિવારણ કર્યું હતું. આ ટ્રાફિક સમસ્યાનું સમાધાન થતાં, અનેક જૂનાગઢવાસીઓ તથા બહારગામથી જૂનાગઢ સારવાર અર્થે આવતાં દર્દીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી, સાથોસાથ જિલ્લા પોલીસ વડા દ્વારા થયેલ માનવતા ભર્યા કામ બદલ અભિનંદન પાઠવ્યાં હતા.
Published by: Margi Pandya
First published: October 20, 2021, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading