વિસાવદર : લુખ્ખા તત્વોનો આંતક, ધારાસભ્ય રીબડીયાના પિતરાઈનું માથું ફોડી નાખ્યું! તલવાર ઝીંકાઈ

Updated: September 20, 2021, 8:03 PM IST
વિસાવદર : લુખ્ખા તત્વોનો આંતક, ધારાસભ્ય રીબડીયાના પિતરાઈનું માથું ફોડી નાખ્યું! તલવાર ઝીંકાઈ
Visavadar MLA Cousin Attacked : બોલકા ધારાસભ્ય હર્ષદ રીબડીયાના સમર્થનમાં આખું ગામ સજ્જડ બંધ, જાણો શું છે સમગ્ર ઘટના

Visavadar MLA Cousin Attacked : બોલકા ધારાસભ્ય હર્ષદ રીબડીયાના સમર્થનમાં આખું ગામ સજ્જડ બંધ, જાણો શું છે સમગ્ર ઘટના

  • Share this:
MLA Harashad Ribadia's Cousin Attacked visavadar Remained Closed in Protest
અતુલ વ્યાસ, જૂનાગઢ : વિધાનસભાને (Gujarat Assembly) ખેડૂતોના પ્રશ્ને કાયમ ગૂંજતી રાખનાર વિસાવગર કૉંગ્રેસના બોલકા ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો (MLA Visavadar Harashad Ribadia's Cousin Attacked) પરિવાર દાદાગીરી અને લુખ્ખાગીરીનો ભોગ બન્યો છે. વિસાવદરના ઘારાસભ્યના પિતરાઈ પર તલવારો વિંઝાતા માથું ફૂટી ગયું છે. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે જ્યારે રીબડીયાના પિતરાઈને ટાંકા આવતા દાખલ કરવા પડ્યા છે. સમગ્ર ઘટનાના પગલે દિવસભર વિસાવદરમાં ભારેલા અગ્નિની સ્થિતિ હતી.

MLA Harashad Ribadia's Cousin Attacked visavadar Remained Closed in Protest
બનાવની વિગતો એવી છે કે ગઈકાલે રાત્રે ધારાસભ્ય હર્ષદ રીબીડીયાના પિતરાઈ ભાઈ પર લુખ્ખા તત્વોએ તલવારથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના પગલે રાજકીય પડઘાઓ પડ્યા હતા. વિસાવદર (Visavadar Closed in Protes of Ribadia's Cousin Attack) ગામ આજે સજ્જડ બંધ રહ્યુ હતુ.

MLA Harashad Ribadia's Cousin Attacked visavadar Remained Closed in Protest
રીબડીયાના સમર્થકોએ સાથે મળી અને રેલી કાઢી હતી અને પોલીસ સામે અસામાજિક તત્વોને પકડી લેવાની માંગણી કરી હતી. લુખ્ખા તત્વોનાં આતંક સામે વિસાવદરમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ હતી. ઘટનામાં રીબડીયાના પિતરાઈ સાથે એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે.

MLA Harashad Barbadia's Cousin Attacked visavadar Remained Closed in Protest jm
અહેવાલો મુજબ તલાવરથી હુમલો કરતા આઈ-20 ગાડીનાં કાચ પણ તૂટ્યા હતા જ્યારે રીબડીયાના પિતરાઈને માથે સાત ટાંકા આવ્યા છે. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસે આવારા તત્વોને રાઉન્ડ અપ કર્યા છે.

MLA Harashad Barbadia's Cousin Attacked visavadar Remained Closed in Protest jm
ઘટનાની જાણ થતા જૂનાગઢ ડીવાયએસપી, એલસીબી સહિતનો કાફલો પહોંચી ગયો હતો. ઘટનામાં કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે જે પૈકીના છ જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા મામલો ધીરે ધીરે શાંત પડ્યો હતો. લોકોના ટોળેને ટોળા વિસાવદર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. વિસાવદરના આગેવાનોને પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો અને દિવસના અંતે જનજીવન થાળે પડ્યું હતું. જોકે, સમગ્ર ઘટનાના કારણે ગીર પંથકના આ ગામમાં ચકચાર મચી ગઈ હતી.
Published by: Jay Mishra
First published: September 20, 2021, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading