જૂનાગઢ : સોરઠમાં જોવા મળ્યો ભેદી પ્રકાશવાળો અવકાશી નજારો, Live Video થયો વાયરલ

News18 Gujarati
Updated: June 21, 2021, 10:53 PM IST
જૂનાગઢ : સોરઠમાં જોવા મળ્યો ભેદી પ્રકાશવાળો અવકાશી નજારો, Live Video થયો વાયરલ
સોરઠમાં અવકાશી નજારાનો વીડિયો વાયરલ, ઘટનાની પુષઅટી નહીં

જૂનાગઢ સહીતના આસપાસના વિસ્તારોમાં આકાશમાં ફાયરબૉલના પ્રકાશ જેવા દ્રશ્યો જોવા મળ્યાની વાયકા, જોકે, ભેદી ચીજ વાયરલ હોવાથી સત્તાવાર કઈ પણ પુષ્ટી નહીં

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : રાજ્યના સોરઠ (Junagadh) પંથકમાં આજે મોડી રાતે અદભૂત રહસ્યમય અવકાશી નજારો (Spatial views) સામે આવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયા છે. અહીંયા વાયરલ વીડિયોના દાવા મુજબ સોરઠના ગ્રામ્ય પંથકમાં કેટલાક ઠેકાણે આકાશમાં ભેદી ઉલ્કાના પ્રકાશ જેવો ગોળ આકારનો પ્રકાશ જોવા મળ્યો છે. દેખાવમાં ચાઇનીઝ બલૂન જેવા લાગતા આ બલૂને સોરઠમાં લોકને ચર્ચાને ચગડોળે ચઢાવી દીધા છે. દોકેસ, આ અવકાશી નજારા વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી અથવા તો તેની સત્યાતીની પુષ્ટી થઈ શકી નથી. ઉપરાંત આ વીડિયો કેટલો જૂનો છે અને ક્યાંનો છે તેની પુષ્ટી પણ નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો જૂનાગઢ ગ્રામ્યના નામથી વાયરલ થઈ રહ્યો છે.

બનાની વિગત એવી છે કે ઉલ્કાના પ્રકાશ જેવા પ્રકાશવાળા બલૂન આકારની ચીજો આકાશમાં જોવા મળતા કેટલાક ગ્રામીણોએ તેને મોબાઇલમાં કેદ કરી લીધી હતી. જોકે, આ સિઝનમાં પ્રસંગો હોય તો તેની આતશબાજીના દૃશ્યો પણ અંધારામાં આવા દેખાતા હોઈ શકે છે પરંતુ તેનો કોઈ અવાજ સંભાળાયો નહોતો.

દરમિયાન આ ચીજના કારણે ગ્રામિણોને કુતુહૂલ થયું હતું.જોત જોતામાં આ નજારાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ ગયા હતા અને લોકો તેને શેર કરવા લાગ્યા હતા. કોઈએ તો ઉલ્કા જોવા મળી તેવા નામે પણ આ વીડિયો વાયરલ કર્યા હતા પરંતુ હકિકતે આ ઉલ્કાના દૃશ્યો હોય તેવું જણાતું નહોતું

આ પણ વાંચો : વલસાડ : ફિલ્મી સીન જેવો Live Video, ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ બામ ખાડીમાં કૂદી જતા મોત

શું આ ચાઇનીઝ બલૂન હતા ?

રાજ્યના મહાનગરોમાં ઉતરાયણ સમયે ચાઇનીઝ ગૂબ્બારાઓ ઘૂમ વેચાય છે. રાત્રિના અંધારામાં ખાસ મટિરિયરલના બનેલા આ ગુબ્બારા બલૂનની જેમ મીણના દીવાની ગરમીથી હવામાં જાય છે અને નીયોન કલના પ્રકાશમાં ઝળહળી ઉઠે છે. આવા ગૂબ્બારા પ્રતિબંધતિ હોવા છતાં સહેલાઈથી મળી જાય છે એટલે આ ભેદી ચીજ ચાઇનીઝ ગુબ્બારા હોવાની શક્યતા નકારી શકાતી નથી.

આ પણ વાંચો : સુરત : લાલબત્તીરૂપ ઘટના! ચાના વેપારી થાંભલાને અડકી જતા મોત, કરન્ટના કારણે જીવ ગયો

જોકે, વાયરલ વીડિયોએ ગ્રામીણ પ્રજાને ચર્ચાના ચગડોળે ચઢાવી છે. આ આકાશી દૃશ્યો વંથલી સહિત માણાવદરના આસાપસા પણ જોવા મળ્યા છે પરંતુ તેનું રહસ્ય અકબંધ છે. જોકે, ખગોળવિદો આ વીડિયો જોઈને કહી શકશે કે આ વીડિયોમાં દેખાતી આભાસી ચીજ શું છે.

(નોંધ : આ વીડિયો વાયરલ વિષયવસ્તુ હોવાથી તેની સત્યતા અંગે ન્યૂઝ18 પુષ્ટી કરતું નથી)
Published by: Jay Mishra
First published: June 21, 2021, 10:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading