GSEB HSC Result Live Updates જુનાગઢ: ધો.12 સામાન્ય પ્રવાહમાં ખેડૂતોના છોરું A1 ગ્રેડ મેળવી ગૌરવ વધાર્યું! જુઓ Video


Updated: July 31, 2021, 4:37 PM IST
GSEB HSC Result Live Updates જુનાગઢ: ધો.12 સામાન્ય પ્રવાહમાં ખેડૂતોના છોરું A1 ગ્રેડ મેળવી ગૌરવ વધાર્યું! જુઓ Video
જુનાગઢ: ધો.12 સામાન્ય પ્રવાહમાં ખેડૂતોના છોરું A1 ગ્રેડ મેળવી ગૌરવ વધાર્યું! જુઓ વિડીયો..

Junagadh GSEB HSC Result : જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 31 છે

  • Share this:
Junagadh HSC Result : આજરોજ તા.31મી જુલાઇના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB HSC Result Live Updates) જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ પરિણામ તા.31 મી જુલાઇ ના રોજ સવારે 8 વાગ્યે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આ પરિણામની પ્રિન્ટ કાઢીને આપવામાં આવ્યા હતા.

કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને લીધે 100% પરિણામ આવ્યું છે, જે અંતર્ગત 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. જેમાં 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9455 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થી છે.

જૂનાગઢ (Junagadh) જિલ્લાની વાત કરીએ તો, જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 31 છે, જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ જૂનાગઢમાં આવેલ આલ્ફા વિદ્યા સંકુલના છે. આ વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરતાં જાણવા મળ્યું કે, તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ તેઓના વાલી તેમજ શાળા પરિવારે આપેલ સાથ અને સહકાર તેમજ તેઓએ અત્યાર સુધીમાં કરેલા અથાગ પરિશ્રમનું આ પરિણામ છે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ શાળા દ્વરા વિદ્યાર્થીઓને તેના પરિણામ વિશે જાણ કરવામાં આવી હતી, ત્યારે પોતાનું ઉજ્જવળ પરિણામ આવતા વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાના વાલી સાથે શાળાએ દોડી આવ્યા હતા. શાળાએ આવીને તેઓએ તેમના શિક્ષક ગણ તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો, આ ઉપરાંત પોતે મેળવેલ સુંદર પરિણામની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ થઈ રહી હતી.

ખેતીકામ કરતાં સામાન્ય પરિસ્થિતિના પરિવારમાંથી આવતા આ વિદ્યાર્થીઓના વાલીઓઓનું શિક્ષણ નજીવું છે, ત્યારે તેમના સંતાનોએ આ પરિણામ થકી પ્રાપ્ત કરેલ સિદ્ધિથી તેઓના ચહેરા પર પણ હર્ષની લાગણી છવાઈ ગઈ હતી, આ તકે શાળા સંચાલકોએ પણ ઉમદા પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ સહિત દરેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
First published: July 31, 2021, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading