જૂનાગઢ: તહેવારોમાં આ રસ્તાઓ પર રહેશે વાહનોને પ્રતિબંધ! જાહેરનામા અંગે થયો ખુલાસો


Updated: October 27, 2021, 9:39 PM IST
જૂનાગઢ: તહેવારોમાં આ રસ્તાઓ પર રહેશે વાહનોને પ્રતિબંધ! જાહેરનામા અંગે થયો ખુલાસો
Mangnath Road

આગામી દિવાળીના તહેવારોને લઈને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, શહેરના અતિગીચ વિસ્તારો જેવાકે; પંચહાટડી ચોક, દિવાન ચોક, માંગનાથ રોડ વગેરે વિસ્તારોમાં વાહનો માટે પ્રતિબંધ 

  • Share this:
જૂનાગઢઃ આગામી દિવાળીના તહેવારો (diwali festival) દરમિયાન શહેરમાં ખરીદીના હેતુથી લોકોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય છે, આ દરમિયાન ટ્રાફિક નિયમન માટે વાહનો માટે પ્રવેશબંધીનું (No entry) જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના અતિગીચ વિસ્તારો જેવાકે; પંચહાટડી ચોક, દિવાન ચોક, માંગનાથ રોડ વગેરે વિસ્તારોમાં વાહનો માટે પ્રતિબંધ મુકવાનું ઉલ્લેખવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં અંગે ખુલાસો કરતાં અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયાએ જણાવ્યું કે, જૂનાગઢ શહેરના પંચહાટડી ચોક થી કાળવા ચોક સુધીનો, માંગનાથ રોડ તેમજ પંચહાટડી ચોક થી દિવાન ચોક તરફ જવાનો હવેલીવાળો રોડ સાંકડો હોય, તેમજ આ રોડ પર મોટા ભાગની કાપડની દુકાનો આવેલી છે, ત્યારે અહીં તહેવારો દરમિયાન લોકોની અવરજવર ખૂબ જ રહેતી હોય છે.

આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી ટ્રાફિક નિયમનના હેતુસર આ રસ્તાઓ ઉપર ફોર વ્હીલ, ઓટોરીક્ષા, છકડો રીક્ષા, સ્કુટર, સાઇકલો, હાથલારી વગેરે તમામ પ્રકારના વાહનો લાવવા કે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાઓમાં આઝાદ ચોક પોસ્ટ ઓફિસ પાસેથી પંચહાટડી ચોક થી દિવાન ચોક તરફ જતા માલીવાડા રોડના નાકા સુધી, પંચહાટડી ચોક થી ગેબનશાહાપીરની દરગાહ, દાણાપીઠ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જ્યારે આંબેડકર ચોક થી એમ.જી.રોડ, ચિતાખાના ચોક સુધી તથા દાણાપીઠ વિસ્તારમાં ભારે વાહનો જેવાકે; બસ, ટ્રેક્ટર, મેટાડોર જેવા તમામ પ્રકારના ભારવાહક વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામુ આગામી તા.29 ઓક્ટોબર 2021 થી તા.5મી નવેમ્બર, 2021 સુધી સવારના 8 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. આ ઉપરાંત અધિક કલેક્ટર દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું કે, આગામી દિવાળીનો તહેવાર સૌ સુરક્ષિત રીતે ઉજવે તે માટે; આગમચેતીના ભાગરૂપે વીજ પોલની નજીક, ભીડભાડ ભરેલાં વિસ્તારમાં અને જાહેર રસ્તા ઉપર લોકો ફટાકડા ન ફોડે તે માટે પણ વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
Published by: ankit patel
First published: October 27, 2021, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading