Kutch: આવતીકાલથી ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા, ખેડૂતોની ચિંતામાં વધારો
Updated: January 19, 2022, 4:55 PM IST
(પ્રતિકાત્મક તસવીર)
જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારે કમોસમી વરસાદની સંભાવના પણ ઊભી થઈ છે
Kutch: કચ્છમાં આવતીકાલથી ત્રણ દિવસ માટે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી ઊભી થઈ છે. છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં ઘટાડા વચ્ચે આજે જિલ્લાના અમુક વિસ્તારમાં તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લાં 3 દિવસોથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે અને લોકો માટે વહેલી સવારે તથા રાત્રીના સમયે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.તો આજે પણ રાજ્યના જિલ્લાઓમાં 9 ડિગ્રીથી 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. તો આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી શકે છે ઉપરાંત દરિયાઈ કાંઠામાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.જેથી કરીને આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે.આગામી 3 દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના પણ રહેલી છે.તો આગામી 3 દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: વલસાડ: વાલીઓને ચેતજો! બાળકોએ ઘર-ઘર રમતાં રમતાં કર્યું એવું કામ કે, દોડવું પડ્યું હોસ્પિટલ
હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 9 ડિગ્રીથી 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયા ખાતે 9.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં ઘટ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગતા ખાનગી બસ ભડભડ બળી, એકનું મોતનલિયામાં મંગળવારે નોંધાયેલ 10 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન ઘટીને 9 ડિગ્રી થયું હતું. છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં સતત વધારા વચ્ચે આજે એક ડીગ્રીનો ઘટાડો થયો હતો. કંડલા પોર્ટ પર પણ ગઈકાલે નોંધાયેલ 13.6 ડિગ્રીથી ઘટીને 13.5 ડિગ્રી થયું હતું. બીજી તરફ જિલ્લામથક ભુજમાં ગઈકાલે 13.4 ડિગ્રીથી વધીને 14.5 ડિગ્રી થયું હતું. ત્યારે જ કંડલા એરપોર્ટ પર પણ મંગળવારનું ન્યુનતમ 11.9 ડિગ્રી તાપમાન વધીને 12.8 ડિગ્રી થયું હતું..
Published by:
kuldipsinh barot
First published:
January 19, 2022, 4:55 PM IST