કચ્છના બાયો ડીઝલ કૌભાંડોનો હપ્તો મુખ્યમંત્રી સુધી પહોંચતો હોવાનો કોંગ્રેસ ચાવડાનો પ્રમુખનો આક્ષેપ


Updated: September 14, 2021, 7:35 PM IST
કચ્છના બાયો ડીઝલ કૌભાંડોનો હપ્તો મુખ્યમંત્રી સુધી પહોંચતો હોવાનો કોંગ્રેસ ચાવડાનો પ્રમુખનો આક્ષેપ
કોરોનાના કારણે મૃત્યુ પામેલા અને સારવાર માટે મોટી રકમ આપેલા ને વળતર મળે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાશે

કોરોનાના કારણે મૃત્યુ પામેલા અને સારવાર માટે મોટી રકમ આપેલા ને વળતર મળે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાશે

  • Share this:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા (Gujarat congress President Amit chavda  ન્યાય યાત્રા અંતર્ગત કચ્છના પ્રવાસે છે ત્યારે આજે એક પત્રકાર પરિષદને સંબોધતા એવા આક્ષેપ કર્યા હતા કે કચ્છમાં (Kutch Visit of amit chavda)  ગેરકાયદેસર રીતે વહેંચાયા બાયોડીઝલના (Bio Diesel Scam in Kutch) જથ્થાનો હપ્તો મુખ્યમંત્રી કચેરી સુધી પહોંચે છે. નર્મદા નહેર અને ભુજોડી ઓવરબ્રિજના મુદ્દે પણ ચાવડાએ સરકારને અસફળ કહી હતી. ઉપરાંત પ્રદેશ પ્રમુખે જણાવતા કહ્યું હતું કે પક્ષ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર તરફથી ૪ લાખ રૂપિયા મળે તેવા પ્રયાસ કરશે તેમજ કોરોનાની સારવાર અર્થે લોકો દ્વારા ચૂકવેલા મોટા બિલની રકમ પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે અમિત ચાવડાએ એવી પણ માંગ કરી હતી કે જે કોરોના વોરિયર્સની કોરોનાથી મોત થઈ છે તેમના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાના આવે.
First published: September 14, 2021, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading