કચ્છ : Coronaએ કમર તોડી, નાના ધંધાર્થીએ ટકી રહેવા શરૂ કર્યુ હરતું ફરતું હેર સલૂન


Updated: July 26, 2021, 2:34 PM IST
કચ્છ : Coronaએ કમર તોડી, નાના ધંધાર્થીએ ટકી રહેવા શરૂ કર્યુ હરતું ફરતું હેર સલૂન
Kutch Saloon on Wheels : લોકડાઉનમાં દુકાનોના ભાડા મોંઘા પડતા ભુજમાં ચાલુ કરાયું હરતું ફરતું હેર સલૂન જુઓ વીડિયો

Kutch Saloon on Wheels : લોકડાઉનમાં દુકાનોના ભાડા મોંઘા પડતા ભુજમાં ચાલુ કરાયું હરતું ફરતું હેર સલૂન જુઓ વીડિયો

  • Share this:
લોકડાઉન (Lockdown) બધે ધંધાર્થીઓ માટે કઠિન સાબિત થયું હતું. ઘણા ધંધાર્થીઓએ મોટું નુક્સાન જોયું તો ઘણા ધંધાર્થીઓએ (Merchant) નવા પ્રયોગો કરી પોતાના ધંધા તાર્યા. આવો જ એક નવતર પ્રયોગ ભુજમાં એક પરિવારના 6 ભાઈઓએ કરી દેખાડ્યું છે. આ ભાઈઓએ ટકી રહેવા માટે એક હરતું ફરતું સલૂન (Saloon on Wheels) શરૂ કર્યુ છે

મોજરૂ મોટા ગામ ના નાઈ પરિવારના અમીચંદભાઈ, નવીનભાઈ, મહેશભાઈ, જગદીશભાઈ, મિતેષભાઈ અને સંજયભાઈએ મળીને ભુજના આઇયા નગરની બહાર એક છોટા હાથી ગાડીમાં હેર સલૂન શરૂ કર્યું છે. ગાડીમાં જ મિસ્ત્રિકામ કરાવી તેને સલૂન જેવી બનાવી છે.

અમીચંદભાઈ કહે છે કે દુકાનના ૧૫ થી ૨૦ હજારના ભાડા ભરવા મુશ્કેલ થઈ ગયા હતા જ્યારે તેમણે વિચાર્યું કે એમ્બ્યુલન્સ અને રેસ્ટોરન્ટ પણ એક નાના કદના ટેમ્પોમાં હરતું ફરતું થઈ શકે તો હેર સલૂન સાથે પણ આવો પ્રયોગ કરી શકાય.

તેથીજ આ નાઈ ભાઈઓએ એક છોટા હાથી ટેમ્પો લોન પર ખરીદી, તેના પાછળના ભાગમાં સુધારો કરાવી એક કેબિન બનાવી અને અંદરના ભાગે તેને લાડકથી સજાવી સુંદર દુકાન બનાવી. આ દુકાન માં એક સાથે બે લોકો વાળ કપાવી શકે તેવી વ્યવસ્થા છે સાથે જ એક જગ્યા હેર વોશ માટે છે. ગાડીની ઉપર ૨૦૦ લિટરની પાણીની ટાંકી પણ બેસાડી છે અને પાણી કાઢવા માટે પણ લાઈન અપાવી છે.

જો કે હજુ પણ આ હરતા ફરતા સલુંને વીજ વિભાગ દ્વારા મીટર ફાળવવામાં નથી આવ્યું જે થી તેઓ કહે છે કે એમને સબ-મીટર દ્વારા કામ ચલાવવું પડે છે.

અમિચંદભાઈ કહે છે કે આ પ્રયોગથી તેમનો માસિક ખર્ચ ઓછો થશે અને તેથી ગ્રાહકો પાસેથી પણ ઓછી રકમ માંગી શકાય છે. ફક્ત દુકાનનો ભાડામાં જ ૨૦ હજારની બચત થતાં ગ્રાહકો પાસેથી લેવાતી રકમમાં પણ ઘટાડો થાય છે."આ પ્રયોગથી જો બીજા લોકો પણ પ્રેરણા લે અને કંઇક નવું કરે જેથી તેમનો ખર્ચ ઘટાડી શકાય, તો ગ્રાહકોને પણ મોંઘવારીમાં રાહત મળે," અમીચંદભાઈ એ કહ્યું.
First published: July 26, 2021, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading