Kutch: ગણતંત્ર દિવસે પાકિસ્તાન તરફથી નાપાક હરકત રોકવા આંતરાષ્ટ્રીય બોર્ડર પર હાઈ એલર્ટ
Updated: January 26, 2022, 8:21 PM IST
બોર્ડર પર પેટ્રોલિંગ કરતા જવાન
ગણતંત્ર દિવસ નિમિતે પાકિસ્તાન દ્વારા કોઈ નાપાક હરકત કરવામાં ન આવે તે માટે ગુજરાતની આંતરાષ્ટ્રીય સીમા ઉપર હાઈ એલર્ટ જાહેર કરી પેટ્ર?
દેશભરમાં આજે ગણતંત્ર દિવસની (73rd Republic Day) ઉજવણી કરાઇ રહી છે ત્યારે ઇન્ટેલિજન્સ તરફથી માહિતી બાદ રાજ્યની સીમા પર સુરક્ષામાં (Increase in border security) વધારો કરાયો છે. પાકિસ્તાન (Pakistan) તરફથી નાપાક હરકત કરવામાં આવી શકે તેવી સંભાવના હોતાં સીમા ઉપર સંરક્ષણ દળો (Security agencies) દ્વારા સુરક્ષા કડક કરવામાં આવી છે. દર વર્ષે દેશના રાષ્ટ્રીય પર્વો નિમિતે સીમા પર સુરક્ષામાં વધારો કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ખાસ તકેદારી રાખી આંતરાષ્ટ્રીય સરહદ (IndiaPakistan international border) પર જવાનોએ પહેરો વધાર્યો છે.
ગુજરાત આંતરાષ્ટ્રીય સરહદથી પાકિસ્તાન સાથે જોડાયેલું છે. જમીન તેમજ દરિયાઈ માર્ગે પાકિસ્તાન સાથે જોડાયેલા ગુજરાત રાજ્યમાં સંરક્ષણ દળો મોટી સંખ્યામાં કાર્યરત છે. ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છની ઉત્તરી સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે ત્યારે અહીં પણ સીમા સુરક્ષા વધારવા રણ અને ક્રીક વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ વધારવામાં આવી છે.
આજે દેશભરમાં ગણતંત્ર દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતની આંતરાષ્ટ્રીય સરહદ ઉપર હૈ એલર્ટ હોતાં સુરક્ષામાં ખાસ વધારો કરાયો છે. કચ્છની સમુદ્રી અને રણ સીમા ઉપર પણ એલર્ટ હોતાં સીમા સુરક્ષા બળ અને તટ રક્ષક દળના જવાનોએ રણ અને ક્રીક વિસ્તારમાં બોર્ડર પર પેટ્રોલિંગ વધારી છે. પાકિસ્તાન તરફથી ભારતના રાષ્ટ્રીય પર્વ નિમિતે કોઈ નાપાક હરકત કરવામાં ન આવે તેની તકેદારીના ભાગરૂપે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે.
આ પણ વાંચો: આકાશમાં ટ્રાફિક જામ! અમદાવાદ એરપોર્ટના આકાશમાં એક સાથે 8 ફ્લાઇટ ભેગી થઇ ગઈ
પાકિસ્તાનથી આતંકવાદીઓ અને સામાન્ય રહેવાસીઓ સતત ભારતીય સરહદમાં ઘૂસવાની તક જોતા હોય છે. ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ નિમિતે આ પ્રયાસો વધી જતાં હોય છે જે કારણે આંતરાષ્ટ્રીય સીમાઓ ઉપર ઘુસણખોરીના પ્રયાસો વધી હતા હોય છે જે કારણે આંતરાષ્ટ્રીય બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવે છે. ત્યારે જ સીમા સુરક્ષા બળ દ્વારા કચ્છની સમુદ્રી અને રણ સીમમાં સુરક્ષામાં વધારો કરાયો છે અને અતિ સંવેદનશીલ તેવા ક્રીક વિસ્તારની બોર્ડર પર કડક નજર રાખવાના આવી રહી છે.
આ પણ વાંચો: Arvalli: અકસ્માતનો live video, શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યા બાદ સામે આવતી કારને અથડાઈકચ્છની રણ અને ક્રીક વિસ્તારમાંથી અનેક વખત પાકિસ્તાની નાગરિકો ઘૂસણખોરી કરતા પકડાયા છે ત્યારે રાષ્ટ્રીય પર્વ નિમિતે ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે સંરક્ષણ દળો દ્વારા સુરક્ષા વધારાઇ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પણ કચ્છની સમુદ્રી અને રણ વિસ્તારની સરહદ ઉપર સુરક્ષા પહેરો વધારવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારના પડકાર માટે સિમા સુરક્ષા બળ બોર્ડર પર તૈયાર છે.
Published by:
kuldipsinh barot
First published:
January 26, 2022, 8:21 PM IST