Viral Video: કચ્છના પોલીસકર્મીઓનો વિડિયો ફરી ચર્ચામાં: બોલિવુડ અભિનેત્રી રવિના ટંડન સહિતના લોકોએ શું કહ્યું જાણો 


Updated: January 24, 2022, 3:59 PM IST
Viral Video: કચ્છના પોલીસકર્મીઓનો વિડિયો ફરી ચર્ચામાં: બોલિવુડ અભિનેત્રી રવિના ટંડન સહિતના લોકોએ શું કહ્યું જાણો 
પોલીસકર્મીઓની વાયરલ વીડિયોની એક ઝલક

રવિના ટંડન દ્વારા નૌસેના જવાનો ની બોલીવુડના સંગીત પર ઝુમતા હોવાની વિડિયો પર કચ્છના પોલીસકર્મીઓની ગાડીની વાયરલ વિડિયો પર તેમને 

  • Share this:
ગત અઠવાડિયે પૂર્વ કચ્છના (East Kutch) ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના (Gandhidham A Division police station) વર્દિધારી પોલીસકર્મીઓ (Policemen) ગાડીમાં સંગીતના તળે ઝુમતા હોય તેવી વિડિયો વાયરલ(Viral Video) થઈ હતી. ગાડીમાં સંગીતના તાલે ડાન્સ કરતા ચાર પોલીસકર્મીઓનો વિડીયો એક વર્ષ જૂનો હતો પણ હાલમાં જ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. સોશ્યલ મીડિયા પર વિડિયો વાયરલ થયા બાદ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે (East Kutch SP) ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ ચારમાંથી ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા (Policemen suspended over viral video). પણ ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં અનેક લોકો આ મુદ્દે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા ત્યારે આઇપીએસ અધિકારી (IPS Officer) .અને જાણીતી હસ્તીઓએ પણ આ મુદ્દે આકરા પગલાં લેવાયા હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

આ પણ વાંચો-Kutch Weather: એક દિવસમાં 5 થી 12 ડિગ્રી પારો ગગડ્યો,આગામી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી

ગત અઠવાડિયે કચ્છના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા વર્દી ધારણ કરેલા ચાર પોલીસ કોન્સ્ટેબલનો ગાડીમાં રાજસ્થાની સંગીતના તાલે ઝુમતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં અનેક લોકોએ શિસ્તબદ્ધ કહેવાતા પોલીસ ખાતાના આ ચાર કર્મચારીઓના વલણ ઉપર સવાલો ઉભા કર્યા હતા. જો કે બપોરથી વાયરલ થયેલા આ વીડિયોના પ્રત્યાઘાત એવા પડ્યા હતા કે સાંજે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક મયુર પાટીલે વીડિયોમાં દેખાતા ચારમાંથી ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યા હતા અને ચોથા કર્મચારીની અન્ય જિલ્લામાં બદલી થઈ ગયી હોતાં તેમના વિરુદ્ધ પણ પગલાં લેવાશે તેવી માહિતી આપી હતી.

આ પણ વાંચો-Jamnagar Weather Forecast: ફરી ઠંડીમાં ઠુંઠવાશે જામનગરવાસી, જાણો આજે લઘુતમ તાપમાન કેટલું રહેશે ?

પોલીસ અધિક્ષકના આ પગલા બાદ ફરી સોશ્યલ મીડિયા પર લોકોએ આ મુદ્દે જુદા જુદા અભિપ્રાયો આપ્યા હતા. છત્તીસગઢમાં ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આઇપીએસ ઓફિસર દીપાંશું કાબરાએ ટ્વીટર પર લખ્યું હતું કે, "પોલીસકર્મીઓને નિલંબિત કરવામાં આવ્યા છે. વર્દીધારીઓ પાસેથી આદર્શ આચરણ અપેક્ષિત છે. મારા અંગત મંતવ્ય મુજબ નિલંબિત કરવા કરતા શો-કોઝ નોટિસ આપી, માર્ગ સુરક્ષા અને માસ્ક સંબંધી નિયમો મુજબ દંડ ફટકારવાના પગલાં પૂરતા હોત."

તો બોલીવુડના જાણીતા અભિનેત્રી રવિના ટંડન દ્વારા પણ ભારત સરકારના નાગરિક સંબંધી પ્લેટફોર્મના ટ્વીટર હેન્ડલ પર અપલોડ કરાયેલી એક વીડિયો રીટ્વીટ કરીને પોતાનું અભિપ્રાય આપ્યું હતું. પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારી કરતા નૌસેનાના જવાનો બેન્ડના તાલ પર ઝુમતા હોવાનો વિડિયો લોકોએ ખુબ પસંદ કર્યું હતું. ત્યારે રવિના ટંડને પણ તે વીડિયોને રીટ્વીટ કરી લખ્યું હતું કે, " 70ના દશકના બોલીવુડના હિટ ગીતોની પ્રસ્તુતિ કરતા જોઈને ખૂબ આનંદ થયો! તેઓ પણ માનવ છે! વિરોધ કરનારાઓને ફાંસી પર જવા દો! કચ્છમાં સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓને "ફરીથી આવું ન કરો" કહીને છોડી દેવામાં આવે. આપણા જવાનોને પણ ક્યારેક સ્ટ્રેસમુક્ત થવાની જરૂર પડે છે!"ઉલ્લેખનીય છે કે જાણીતા ચહેરાઓ ઉપરાંત અનેક લોકોએ આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યું હતું અને કચ્છના પોલીસકર્મીઓની આ વીડિયોને કોરોના વખતે તબીબોની ડાન્સ વિડિયો અને સેના જવાનોની વિડિયો સાથે પણ સરખાવી હતી.
First published: January 24, 2022, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading