Kutch: ભૂકંપમાં પગ કપાયો છતા આ મહિલાએ પોતાની સાથે અન્ય 5 હજાર મહિલાઓને પણ પગભર કરી
Updated: January 26, 2022, 7:28 PM IST
મહિલાઓને સિલાઈ શીખવાડતા ભાવિતાબેન
2001માં કચ્છમાં આવેલા ભૂકંપમાં અંજારના ખંભરા તાલુકાની યુવતીનો પગ કપાયો હતો પણ સિલાઈ શીખી પોતે પગભર થયા
કચ્છ: કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ (2001 kutch earthquake) સમયે અનેક વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. અનેક લોકોએ માનસિક અને શારીરિક ઈજાઓ ભોગવી હતી ત્યારે તે ઇજાઓની પીડા આજે પણ અનેક લોકો વેઠવી રહ્યા છે. પણ સમયના સથવારે લોકોએ આ ઈજાઓ સાથે જીવવાનું શીખ્યું છે. ભૂકંપમાં અંજાર તાલુકાના (anjar taluka) ખંભરા ગામના (khambhra village) એક 20 વર્ષીય મહિલાએ પણ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. પણ દૃઢ મનોબળ રાખીને તેમણે સારવાર લઈને પગભર થયા તેમજ પાંચ હજારથી પણ વધારે બહેનોને સીવણ કામ (sewing work), ભરતગુંથણ (handicraft) વગેરે શીખવાડીને તેમને પણ પગભર કર્યા છે.
26 જાન્યુઆરી 2001ના મહાવિનાશક ભૂકંપે અનેકના જીવન બદલી નાખ્યાં અનેક લોકોએ પોતાનો જીવ ખોયો અનેક લોકોએ પોતાના સ્વજનો ખોયા તો અનેક લોકો એ પોતાના હાથ પગ પણ ખોયા હતા. ત્યારે અંજાર તાલુકાના ખંભરા ગામના ભવિતાબેને આ ગોઝારા ભૂકંપમાં પોતાનો જમણો પગ ખોયો હતો. છતાં પણ તેમણે હિંમત હાર્યા વિના પોતાના પર વિશ્વાસ રાખી પોતાની સારવાર કરાવી આર્ટિફિશિયલ પગ લગાડીને ફરીથી પોતાના પગ પર ઊભા થયા હતા. માત્ર એટલું જ નહીં પણ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ, ભરતગુંથણ, પેપર કવિલી વગેરે માટેના ક્લાસ શરૂ કર્યા હતા. અત્યાર સુધીમાં ભાવિતાબેન પાંચ હજાર જેટલી મહિલાઓને પગભર કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: Arvalli: પ્રજાસત્તાક દિવસે જ કરુણ ઘટના! મોડાસામાં કારનું ટાયર ફાટતા શિક્ષિકાનું મોતવર્ષ 2001માં આવેલા ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની વહારે બિદડા સર્વોદય ટ્રસ્ટ આવ્યું હતું. ભૂકંપમાં ભવિતાબેને પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો ત્યારે તે સમયના ચેરમેન સ્વ બચુભાઈ રાંભિયા, વર્તમાન ચેરમેન વિજયભાઈ છેડા, ટ્રસ્ટી કેશવજી છેડા તથા અન્ય ટ્રસ્ટીઓને ધરતીકંપની ભયાનકતાનો અંદાજ આવી ગયો હતો અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.
2001ના ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા ભવિતાબેને જણાવ્યું હતું કે ભૂકંપમાં તેઓ દટાઈ ગયા હતા અને જમણો પગ વધારે દબાઈ જતા કપાઈ ગયો હતો, "હું બેસી પણ શકતી ન હતી ત્યારે સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું અને મને તે સમયે અત્યંત જરૂરી એવી સાંત્વના આપવામાં આવી હતી. મને હોસ્પિટલમાં રહેવું ન હતું પરંતુ બિદડા સર્વોદય ટ્રસ્ટના રિહેબિલિટેશન સેન્ટર ખાતે મને પરિવાર જેવો જ પ્રેમ મળ્યો અને મારી સારવાર કરવામાં આવી હતી."
આ પણ વાંચો: Ahmedabad : Motivational Speaker બની શિક્ષકે દીકરીની ઉંમરની વિદ્યાર્થિનીને પીંખીજયા રિહેબ સેન્ટર ખાતે સતત ઉંમર પ્રમાણે ફેરફાર કરી પ્રોસ્થેસિસ આપવામાં આવ્યું હતું જેથી સામાન્ય વ્યક્તિની જેમ ચાલી શકે અને પ્રોસ્થેસિસમાં જોઈન્ટ બેસાડેલ જેથી આરામથી ઉઠી બેસી શકાય અને જોઇન્ટ સાથે તાલીમ પણ આપવામાં આવી હતી.
આજે ભવિતાબેન કોઈના પણ સપોર્ટ વગર ચાલી શકે છે, સ્કુટી પણ ચલાવી શકે છે, ડાન્સ પણ કરી શકે છે અને અન્ય મહિલાઓને પગભર કરી રહ્યા છે. ભવિતાબેન આજે આર્ટિફિશિયલ પગથી પગભર થયા છે તેમજ પાંચ હજારથી પણ વધારે બહેનોને સીવણ કામ, ભરતગુંથણ, પેપર કવિલી વગેરે શીખવાડીને તેમને પણ પગભર કર્યા છે. અત્યાર સુધીમાં 21 કરતાં પણ વધારે ગામડાઓમાં સીવણ ક્લાસ ચલાવી ત્યાંની બહેનોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ બન્યા છે.
આ પણ વાંચો: Arvalli: અકસ્માતનો live video, શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યા બાદ સામે આવતી કારને અથડાઈ
ભવિતાબેનને બાળપણથી જ રાસ ગરબા રમવાનો શોખ હતો જે શોખને એક પગ ગુમાવ્યો છતાં પણ જીવંત રાખ્યો છે. ઉપરાંત ગરબા રમવાની ઘણી બધી કોમ્પિટિશનમાં પણ ભાગ લઇ તેમાં ઘણા બધા ઇનામ પણ મેળવ્યા છે. આ ઉપરાંત અનેક મહિલાઓને પગભર કરવા પણ ઘણા બધા એવોર્ડ અને સન્માન પત્ર પણ તેમને એનાયત કરવામાં આવ્યા છે. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા પણ સેલ્યુટ એવોર્ડ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 3 ડિસેમ્બર 2021ના રોજ રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવિતાબેન ચાવડાને ભારત દિવ્યાંગ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા..
First published:
January 26, 2022, 7:28 PM IST