કચ્છ : લુખ્ખાતત્વોની 'દાદાગીરી'નો Live Video, પોલીસ કૉન્સ્ટેબલ પર છરાથી હુમલાનો પ્રયાસ

News18 Gujarati
Updated: June 5, 2021, 5:15 PM IST
કચ્છ : લુખ્ખાતત્વોની 'દાદાગીરી'નો Live Video, પોલીસ કૉન્સ્ટેબલ પર છરાથી હુમલાનો પ્રયાસ
કચ્છ પોલીસના ટ્રાફિક જવાન પર હુમલાનો પ્રયાસ

પૂર્વ કચ્છના એક બાહોશ પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ, ગળપાધર ઓવરબ્રિજ નજીક પોલીસ પર હુમલાનો પ્રયાસ

  • Share this:
મેહૂલ સોલંકી, કચ્છ : પોલીસની (Police) નોકરી હંમેશા જોખમથી ભરેલી હોય છે. લોકોને પોલીસથી કાયમ રોષ છે પરંતુ આ રોષ આજે અમે તમને જે વીડિયો બતાવીશું તે જોઈને કદી નહીં થાય. અહીંયા એક પોલીસ કૉન્સ્ટેબલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક યુવક છરો લઈને ટ્રાફિક પોલીસના કૉન્સ્ટેબલ (Traffic Police) પર ધસી આવ્યો હતો. આ શખ્સે છરાના ઘા ઝીંકવાનો પ્રયાસ કર્યો હતો અને ઉપરાછાપરી ઘા ઝીંકવાના (Stabbing Attack) પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ કૉન્સ્ટેબલે ડર્યા વગર આ શખ્સનો સામનો કર્યો હતો. જોકે, ઘટના નજકથી આ સમગ્ર બાબત જોઈ રહેલા એક રાહદારીના મોબાઇલમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં (Viral Video) વાયરલ થયો છે.

બનાવની વિગતો એવી છે કે કચ્છના પૂર્વ પોલીસની હદમાં આવેલા ગળપાધર ઑવરબ્રિજ નજીક પોલીસ પર હુમલાનો પ્રયાસ થયો હતો. પોલીસ કૉન્સ્ટેબલ પોતાની ફરજ પર હતા એ વખતે તેમના પર એક શખ્સ તીક્ષણ હથિયાર જે છરા જેવું જણાય છે તે લઈને ઘસી પર આવ્યો હતો. જોકે, સદનસીબે પોલીસ કૉન્સ્ટેબલને આ હુમલામાં ઈજા થઈ નહોતી પરંતું તેમણે ડર્યા વગર બહાદુરીથી આ શખ્સને સામનો કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : કારખાના બહાર ઉંઘતા મજૂરોને ચપ્પુની અણીએ લૂંટ્યા, CCTV Videoમાં સામે આવી હરકત

આ પણ વાંચો : સુરત : સિંગણપોરમાં યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી આંતરડાં બહાર કાઢી નાખ્યા! કરપીણ હત્યા

પોલીસને લોકો કાયમ કોસતા રહે છે, એમાં પણ ટ્રાફિક પોલીસ તો લોકોના રોષનો શિકાર બનતી હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની બાબત હોય કે પછી દંડના મેમોની બાબત હોય ટ્રાફિક પોલીસે હંમેશા જનતા સાથે સંઘર્ષમાં ઉતરવું પડતું હોય છે ત્યારે પોલીસ સાથે આવી ઘટનાઓ પણ ઘટતી રહે છે જે જન સામાન્યના ધ્યાને આવતી હોતી નથી.જોકે, આ શખ્સ કોણ છે તેણે શા માટે આ જવાન પર હુમલાનો પ્રયાસ કર્યો તે તમામ બાબતો સામે આવી નથી પરંતુ આ ઘટનાનો હુમલો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. કચ્છના સોશિયલ મીડિયામાં અને વોટ્સએપ ગ્રુપમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. લોકો જ્યારે સંયમ ગુમાવે છે ત્યારે કાયદો હાથમાં લેતા હોય છે પરંતુ આ પ્રકારે હથિયારો સાથે ધસી આવવાની ઘટના જવલ્લે જ બનતી હોચ છે.

આ પણ વાંચો : ઉપલેટા : દીકરીના પ્રેમ લગ્નથી નારાજ પિતાને બદલો લેવો ભારે પડ્યો, આપી હતી 50 હજારમાં સોપારી

આ પણ વાંચો : હ્યદય દ્વાવક Video : મહાવતનું નિધન થતા અંતિમ દર્શને આવ્યો હાથી, 20 Km ચાલ્યો હોવાનો દાવો, ભાવુક દૃશ્યો સર્જાયા

થોડા સમય પહેલાં દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરનો પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સરદારજી ગુપ્તી લઈને્ પોલીસ ચોકી સામે આતંક મચાવ્યો હતો.
Published by: Jay Mishra
First published: June 5, 2021, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading