કચ્છ: સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન લાકડીયામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડી પોલીસે દારૂનો સ્થળ પર જ નાશ કર્યો
Updated: January 24, 2022, 9:17 PM IST
ભઠ્ઠીનું નાશ કર્યું હતું
લાકડીયા ગામમાં બાવળની ઝાડીઓ વચ્ચે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી દારૂ અને તે બનાવવાના આથાને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું
કચ્છ: કચ્છમાં દેશી દારૂની (Countrymade Alcohol) બનાવટ અને વેચાણ રાજાશાહી સમયથી ચાલી આવે છે. જિલ્લાના અનેક ગામોમાં દેશી દારૂની બનાવટ કોઈ ગૃહ ઉદ્યોગ હોય તે રીતે થઈ રહી છે. અનેક પરિવારો પોતાના ઘરમાં જ દેશી દારૂ ગાળવા માટે ભઠ્ઠી બનાવી તેમાંથી દેશી દારૂ બનાવતા હોય છે. પૂર્વ કચ્છની (East Kutch) લાકડીયા પોલીસ (Lakadiya Police) દ્વારા આવી જ એક દેશી દારૂની ભઠ્ઠી પર તવાઈ બોલાવી ભઠ્ઠીઓ અને દારૂને નષ્ટ કરવામાં આવ્યું હતું. લાકડીયા ગામે પોલીસે 30 લીટર દેશી દારૂ સહિત દેશી દારૂ બનાવવાનો 800 લીટર (Alcohol batter) આથો પકડી પાડયો હતો.
ગુજરાતભરમાં દારૂબંધી હોતાં અહીં લોકો દારૂ ઉપલબ્ધ કરાવવાના અનેક રસ્તાઓ શોધી લે છે. જાતે દારૂ બનાવવાની રીત કચ્છમાં અનેક દાયકાઓથી ચાલી આવે છે. અનેક લોકો પોતાના ઘર કે માલિકીની જમીન પર ગોળ જેવા પદાર્થમાંથી દેશી દારૂ ગાળવાની પદ્ધતિ અપનાવતા આવ્યા છે. અનેક લોકો પોતાના સેવન માટે નાની માત્રામાં દેશી દારૂ બનાવતા હોય છે જ્યારે કે અનેક લોકો આ દારૂ બનાવી તેનું વેંચાણ કરે છે.
રવિવારે જ લાકડીયા પોલીસ દ્વારા લાકડીયા ગામે બાવળની ઝાડીઓ વચ્ચે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શોધી તેનું નાશ કર્યું હતું. પ્રોહિબિશન એક્ટનો ભાગ કરતા લોકો વિરુદ્ધ સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોગનભાઈ જેઠવાને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ લાકડીયા ગામના જાણીતા બુટલેગર વલીમામાદ દાદુ ગગડા પોતાના ઘરની બાજુમાં બાવળની ઝાડીઓમાં દેશી દારૂ બનાવતો હતો.
લાકડીયા પોલીસની ટીમ દ્વારા રેડ પાડતા આરોપીના ઘર પાસે એક બાવળના મોટા ઝાડ નીચે દેશી દારૂની થેલીઓથી ભરેલો કેરબો મળી આવ્યો હતો. તેની બાજુમાં અન્ય એક બાવળના ઝાડ નીચે પ્લાસ્ટિકના ચાર બેરલમાં દેશી દારૂ બનાવવાનો આથો પણ મળી આવ્યો હતો અને સાથે જ દેશી દારૂ બનાવવા માટે વપરાતું કરણફૂલ પણ મળી આવ્યું હતું.
રેડ દરમ્યાન પોલીસે રૂ. 600ની કિંમતનો કુલ 30 લીટર દેશી દારૂ અને 800 લીટર દેશી દારૂ બનાવવાનો આથો પકડી પાડયો હતો જેની કિંમત રૂ. 1600 છે. આ ઉપરાંત એલ્યુમિનિયમનો તગારો અને કરણફૂલ લેખી કુલ રૂ. 2300નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.
Published by:
kuldipsinh barot
First published:
January 24, 2022, 9:17 PM IST