હળવદમાં યુવાનની પ્રેમ સંબંધમાં તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાંખતા ચકચાર


Updated: May 24, 2022, 6:54 PM IST
હળવદમાં યુવાનની પ્રેમ સંબંધમાં તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાંખતા ચકચાર
પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

હળવદના ઘણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઇ (ઉવ.24) નામના યુવાનને આજે કોઈએ તેની વાડીએ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી. યુવાનની હત્યાના બનાવની જાણ થતાં હળવદ પોલીસે મૃતકના નજીકના પરિચિતોની ઉલટ તપાસ કરી હતી.

  • Share this:
અતુલ જોશી, મોરબી: હળવદના ઘણાદ ગામે આજે યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને પોતાની બહેન સાથે યુવાનને પ્રેમસબંધ હોવાથી તેના જ કૌટુંબિક મામના દીકરાએ જ આ યુવાનનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે હત્યા કરનાર કૌટુંબિક મામાના દીકરાની ધરપકડ કરી હતી.

હળવદના ઘણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઇ (ઉવ.24) નામના યુવાનને આજે કોઈએ તેની વાડીએ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી. યુવાનની હત્યાના બનાવની જાણ થતાં હળવદ પોલીસે મૃતકના નજીકના પરિચિતોની ઉલટ તપાસ કરી હતી. જેમા પોલીસને જાણકારી મળી હતી કે, આ યુવાનની બીજા કોઈએ નહીં પણ તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાંખી હતી. આથી આ બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલભાઇ નાગરભાઇ જીજરીયા (ઉવ.23 ધધો-પ્રા.નોકરી રહે ઘણાદ તા-હળવદ) એ આરોપી હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળી (રહે કવાડીયા તા-હળવદ) તથા તપાસમાં ખુલ્લે તે તમામ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી.

(મૃતક રાજુભાઇ નાગરભાઇ)


ફરીયાદીના મૃતક ભાઇ રાજુભાઇ નાગરભાઇ ઉવ.24ને તેના કૌટુંબિક મામા ભરતભાઇ કોળીની દિકરી સાથે પ્રેમ સંબધ હોય જેનુ મનદુખ રાખી આરોપીએ અન્ય સાથે આવી તેના ભાઇ પર હુમલો કર્યો હતો અને મૃતક પોતાની વાડીએ સૂતા હતો ત્યા કોઇપણ હથીયારો સાથે આવી મરણ જનારને હથીયારો વડે માથામાં મારી જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવીને હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો- Surat Crime: સુરત રેલવે સ્ટેશન પર શૌચાલય સાફ કરતી સગીરા પર લિફ્ટમાં દુષ્કર્મ

હાલ હળવદ પીઆઇ માથુકીયા , પીએસઆઇ ટાપરીયા, ચેતનભાઈ કળવાતર, ભરતભાઈ આલ,બિપીનભાઈ પરમાર,દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, પ્રફુલભાઇ સોનગ્રા, ઇતેશભાઈ રાઠોડ, શક્તિસીંહ પરમાર સહિતની ટીમે શંકાના આધારે આરોપી હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Published by: rakesh parmar
First published: May 24, 2022, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading