મોરબી: ધોળા દિવસે લૂંટનો પ્રયાસ, વેપારી અને લોકોએ હિંમતભેર કર્યો સામનો, જુઓ Live Video

News18 Gujarati
Updated: September 28, 2021, 3:01 PM IST
મોરબી: ધોળા દિવસે લૂંટનો પ્રયાસ, વેપારી અને લોકોએ હિંમતભેર કર્યો સામનો, જુઓ Live Video
મોરબીમાં લૂંટનો પ્રયાસ

Morbi robbery attempt Live Video: મોરબીના રવાપર રોડ (Ravapar Road) પર ધોળા દિવસે લોકો અને વાહનોની અવરજવર વચ્ચે લૂંટનો પ્રયાસ થયો હતો. જેમાં હથિયાર બતાવીને રોકડ લઈને જઈ રહેલા વેપારીને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો.

  • Share this:
અતુલ જોશી, મોરબી: મોરબી શહેરમા ધોળા દિવસ લૂંટના પ્રયાસનો બનાવ (Robbery attempt in Morbi) બનવા પામ્યો છે. આ સમગ્ર બનાવ વીડિયોમાં કેદ થઈ ગયો છે. હાલ પોલીસે ઠેરઠેર નાકાબંધી કરીને લૂંટનો પ્રયાસ કરીને બાઇક પર ભાગી ગયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. બનાવને પગલે ઉચ્ચ પોલીસ (Morbi police) અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બનાવમાં ઘાયલ થયેલા વેપારીના સારવાર માટે ખસેવામાં આવ્યો છે. જે રીતે ધોળા દિવસે આ બનાવ બન્યો હતો તેને લઈને સમગ્ર શહેર (Morbi city loot attempt)માં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ વેપારી અને લોકોએ હિંમતભેર લૂંટારુને પડકારતા બંનેએ ભાગવું પડ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ (Ravapar Road) પર ધોળા દિવસે લોકો અને વાહનોની અવરજવર વચ્ચે લૂંટનો પ્રયાસ થયો હતો. જેમાં હથિયાર બતાવીને રોકડ લઈને જઈ રહેલા વેપારીને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, વેપારી અને આસપાસના લોકોએ લૂંટારુઓનો હિંમતભેર સામનો કરીને તેમને ભગાડી દીધા હતા. આ બનાવનો વીડિયો ત્યાં હાજર લોકોએ ઉતારી લીધો હતો.

વીડિયોમાં શું જોવા મળ્યું?

આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક પર આવેલા બે ઇસમો વેપારીને માર મારી રહ્યા છે. તેના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર લાગી રહ્યું છે. જેમાંથી ફાયરિંગ થતું હોવાનું પણ લાગી રહ્યું છે. બાઇક પર પાછળની સીટમાં બેઠેલો વ્યક્તિ વેપારીને નીચે પાડી દે છે અને હાથમાં રહેલા હથિયારથી માથામાં પ્રહાર કરે છે. બીજી તરફ વેપારીના હાથમાં નાની લાકડી હોય છે. આ દરમિયાન આસપાસના લોકો બૂમો પાડી રહ્યા હોય છે.

મોકો મળતા જ લૂંટારું બાઇકની પાછળની સીટ પર બેસીને ફરાર થઈ જાય છે. આ દરમિયાન જોઈ શકાય છે કે તેણે રોકડનું બંડલ તફડાવી લીધું હતું તે નીચે પડી જાય છે. બાઇક લઈને ભાગી રહેલા બંને લૂંટારું પર આસપાસના લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. જોકે, બંને શખ્સ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. આ બનાવમાં વેપારીને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.મોરબીમાં ધોળા દિવસે બનેલા આ બનાવે ખૂબ જ ચકચાર જગાવી છે. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ કેસમાં વેપારી અને આસપાસના લોકોની હિંમતને કારણે લૂંટારુના ઇરાદા પાર પડ્યા ન હતા. મળતી માહિતી પ્રમાણે બંને લૂંટારુનો કોઈ પત્તો લાગ્યો નથી. બંનેને પકડવા માટે શહેરમાં નાકાબંધી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2021, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading