યુવતીનો ગંભીર આક્ષેપ, 'પ્રોફેસર અશ્લીલ ગીતો વગાડતા', માસિક ધર્મમાં હોય ત્યારે ક્ષોભજનક સવાલો કરતા'


Updated: August 1, 2020, 7:22 PM IST
યુવતીનો ગંભીર આક્ષેપ, 'પ્રોફેસર અશ્લીલ ગીતો વગાડતા', માસિક ધર્મમાં હોય ત્યારે ક્ષોભજનક સવાલો કરતા'
પ્રતિકાત્મક તસવીર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુક લંપટ પ્રોફેસરોને કારણે સમગ્ર યુનિવર્સિટી બદનામ થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો

  • Share this:
જકોટ : આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોની યુનિવર્સિટી તરીકે જાણીતી થઈ ચૂકી છે અને તેમાં પણ ખાસ કરીને પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને પરેશાન કરવાના કિસ્સાઓ પણ અનેક સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુક લંપટ પ્રોફેસરોને કારણે સમગ્ર યુનિવર્સિટી બદનામ થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

યુનિવર્સિટીના એમપીડી ભવનમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરાતી હોવાનું જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિકલ ડીપાર્ટમેન્ટમાંથી પીએચડીનો અભ્યાસ કરતી હતી.

આ યુવતીએ થોડા દિવસો પહેલા યુનિવર્સિટીના કુલપતિને ઈમેલ દ્વારા પ્રોફેસર વિરુદ્ધ જાતિય સતામણી કરતા હોવાની જાણ કરી હતી અને જેના આધારે હવે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જેમાં પ્રોફેસર વિક્રમ વકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા ગોલ્ડ મેડલ મેળવવાની લાલચ આપવામાં આવી હતી. વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં વર્ષ 2013 એમપીડીનો અભ્યાસ કરે છે અને તે સમયે તેમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે પ્રોફેસર વિક્રમ વકાણી હતા.

આ પણ વાંચોકરોડોની કિંમતનું જમીન કૌભાંડ ઝડપાયું, સરકારી માલિકીની જમીન બારોબાર વેચી દીધી, શોરૂમ બની ગયો

ફરિયાદમાં યુવતીએ વધુ જણાવ્યું છે કે, 'જ્યારે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ હોય ત્યારે પ્રોફેસર વિક્રમ દ્વારા અસહ્ય પીડા થાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરાવતા હતા અને પ્રોફેસર ક્લાસમાં અભ્યાસ કરવાને બદલે વધુ પડતું ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરાવતા હતા, સાથે જ તેમને સ્કોલરશીપ આપવવા અથવા તો અન્ય કામના બહાને અવારનવાર બોલવાનો પ્રયત્ન પણ કરતા હતા. અભ્યાસના કામ માટે જ્યારે પ્રોફેસર પાસે જવાનું થતું ત્યારે પ્રોફેસર તેમની સામે ખરાબ નજરે જોતા હતા અને તેમના તાબે નહીં થતાં તેઓ શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા.'
યુવતીએ કહ્યું કે, 'તો સાથે જ માસિક ધર્મમાં હોય ત્યારે ક્લાસરૂમમાં ક્ષોભજનક સવાલો કરતા હતા અને જ્યારે કોઈ કામ માટે તેમની પાસે જઈએ તો તેઓ મોબાઈલમાં અશ્લીલ ગીતો વગાડતા હતા અને કહેતા કે જ્યાં સુધી તું મારા તાબે મહીં થાઓ ત્યાં સુધી સહન કરવું પડશે. પ્રોફેસર વિક્રમ મને ઓળખતા હતા જેથી મારી જ્ઞાતિ નો ખાર રાખી તે મને ગ્રાઉન્ડ પ્રેક્ટિસમાં અસહ્ય પીડા પણ આપતા હતા જેથી આખરે પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી'.
Published by: kiran mehta
First published: August 1, 2020, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading