રાજકોટ : યુવાને અચાનક સોપારી કાપવાની સુડીથી ગળુ કાપી કર્યો આપઘાત, આહિર પરિવારમાં શોકમાં ગરકાવ


Updated: September 23, 2021, 7:03 PM IST
રાજકોટ : યુવાને અચાનક સોપારી કાપવાની સુડીથી ગળુ કાપી કર્યો આપઘાત, આહિર પરિવારમાં શોકમાં ગરકાવ
રાજકોટમાં યુવાને અચાનક સોપારી કાપવાની સુડીથી ગળુ કાપી કર્યો આપઘાત

અજય આહિર પોતાના રુમમા હતો. ત્યારે તેને બોલાવવા માટે તેના ભાભી ગયા હતા, પરંતુ રૂમનો દરવાજો ખોલ્યો જ નહીં

  • Share this:
રાજકોટ : શહેરમા વધુ એક વખત આપઘાત (Suicide)નો બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે. રાજકોટ શહેર (Rajkot City)ના પુનિત નગર પાસે આવેલા નંદનવન સોસાયટીમા રહેતા આહિર યુવાને આપઘાત કરી પોતાનુ જીવન ટુંકાવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમા પાનના ધંધા સાથે સંકળાયેલા અજય આહિર નામના શખ્સે કોઈ કારણોસર પોતાના ઘરે રહેલા સોપારી કાંપવાની સુડી વડે ગળુ કાંપી પોતાનુ જીવન ટુંકાવ્યુ છે. સમગ્ર મામલાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ 108 ઈમરજન્સી સેવા તેમજ પોલીસને જાણ કરી હતી. તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચેલી 108 ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા કર્મીઓ અને અધિકારીઓએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જરુરી પંચનામાની કાર્યવાહી પુર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રુમ ખાતે ખસેડવામા આવી હતી.

પોલીસ પુછપરછમા પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, અજય આહિર પોતાના રુમમા હતો. ત્યારે તેને બોલાવવા માટે તેના ભાભી ગયા હતા. આ સમયે તે દરવાજો ન ખોલતા ભાભીએ અજયના ભાઈ અને પોતાના પતિ કમલેશને ફોન કરી ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ રુમનો દરવાજો ન ખોલતા દરવાજો તોડીને પરિવારજનો રુમમા પ્રવેશતા સામે આત્મહત્યા કરેલ હાલતમા અજયનો મૃતદેહ જોયો હતો.

આ પણ વાંચોરાજકોટ : PCR વાનમાં જ પોલીસ કર્મીની રંગરલીયા, નગ્ન અવસ્થામાં યુવતી સાથે ઝડપાયો - Video

ત્યારે હાલ તો રાજકોટ તાલુકા પોલીસ દ્વારા એડિ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે. અજય દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરવામા આવી છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસમાં અજય આહીર ના આત્મહત્યા અંગે શું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. આપઘાત કરનાર અજય મૂળ માણાવદરના મટીયાણા ગામ નો રહેવાસી છે જે રાજકોટ શહેરમાં પોતાના મોટા ભાઈ ના ઘરે રહેતો હતો તો સાથોસાથ પાનની દુકાન ચલાવી આર્થિક ગુજરાન ચલાવતો હતો.
Published by: kiran mehta
First published: September 23, 2021, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading