રાજસ્થાનમાં રાજકોટ પોલીસ પર કાર ચઢાવી દઈને થયો હત્યાનો પ્રયાસ, જવાબમાં PSIએ કર્યું ફાયરિંગ


Updated: July 10, 2021, 1:44 PM IST
રાજસ્થાનમાં રાજકોટ પોલીસ પર કાર ચઢાવી દઈને થયો હત્યાનો પ્રયાસ, જવાબમાં PSIએ કર્યું ફાયરિંગ
સિરોહીમાં રાજકોટ પોલીસની હત્યાનો પ્રયાસ

આરોપીની પૂછપરછ બાદ બુટલેગરનું લોકેશન મળી જતા પીએસઆઇ સાકરીયા સહિતનો સ્ટાફ સિરોહીના સ્વરૂપગંજમાં પહોંચ્યો હતો.

  • Share this:
રાજકોટ: છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે (Rajkot CP Manoj Agrawal) શહેરમાં દારૂની બદીનો નાશ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના અમલદારોને આદેશ કર્યો છે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો (Liquor stock) તેમજ બીયરના ટીન સહિત કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ દરમિયાન આરોપીને સાથે રાખીને રાજસ્થાન પહોંચેલી રાજકોટની પોલીસની હત્યાનો પ્રયાસ થયાનો બનાવ બન્યો છે.

રાજકોટની એરપોર્ટ પોલીસે ગત સોમવારના રોજ જૂનાગઢ લઇ જવાતા વિદેશી દારૂ ભરેલું આઇસર ઝડપી પાડ્યું હતું. આઈસર ટ્રકમાં રહેલા મૂળ હરિયાણાના ચાલક સુખવિન્દર સિંહ ઉર્ફે મનોજ મનમોહન સિંઘ મુલતાનીની પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીઓને રિમાન્ડની માગણી અર્થે રજૂ કરાતાં કોર્ટે આરોપીના રિમાન્ડ પણ મંજૂર કર્યાં હતાં. જે અંતર્ગત પીએસઆઇ આર. કે. સાકરીયા સહિતનો કાફલો આરોપી સુખવિંદરને લઇ તપાસ અર્થે આબુરોડ અને હરિયાણા તરફ લઈ ગયા હતા.આ પણ વાંચો: સમય જતા કોરોના વાયરસ ફ્લૂ જેવો સામાન્ય થઈ જશે: ICMR અધિકારી

દરમિયાન આરોપીની પૂછપરછ બાદ બુટલેગરનું લોકેશન મળી જતા પીએસઆઇ સાકરીયા સહિતનો સ્ટાફ સિરોહીના સ્વરૂપગંજમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલાની જાણ બુટલેગરને થતા બુટલેગરને ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે રાજકોટ પોલીસ પહોંચી જતા બુટલેગરે પીએસઆઇ અને બંને હેડ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: અહીં રોકાણ કરો અને મહિનામાં જ પૈસા ડબલ થવાની શક્યતા, જાણો નિષ્ણાતોએ શું કહ્યું?

આ પણ વાંચો: દેશ સેવાની ધૂન: વિદેશની નોકરી છોડીને બન્યા IPS; રિસેપ્શનિસ્ટનું કામ કર્યું, બાળકોને પણ ભણાવ્યાં

પીએસઆઇ સહિતના લોકો સમય સૂચકતા વાપરીને ત્યાંથી ખસી ગયા હતા. બાદમાં બૂટલેગર ફરીથી તેમના ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરે તે પહેલા જ પીએસઆઇ સાકરીયાએ તેમની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદમાં બુટલેગર ત્યાંથી નાસી ગયો હતો. સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ દરમિયાન એક આરોપી પકડાયો હતો અને એક ફોર્ચ્યુનર કાર લઈને ભાગી ગયો હતો.
Published by: Vinod Zankhaliya
First published: July 10, 2021, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading